બાળકને નવજીવન:દાંતાના ખેરાનીઊમરી ગામે એક કિલ્લો વજન સાથે અધૂરા માસે જન્મેલા બાળકને તબીબોએ 102 દિવસની લાંબી સારવારના અંતે બચાવ્યો

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખેરાનીઊમરી ગામના એક કિલ્લો વજન સાથે 6 માસે જન્મેલા બાળકને બનાસ સિવિલ હોસ્પિટલના તબીબોએ 102 દિવસની લાંબી સારવારના અંતે નવજીવન આપ્યું હતું. ગત 28 સપ્ટેમ્બરના રોજ બાળકની માતાને પેટમાં દુખાવો ઉપડતા નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતા અને વધુ સારવાર અર્થે જિલ્લાની સૌથી મોટી બનાસ સિવિલ પાલનપુર ખાતે લવાતા માતાને અધૂરા મહિના હોવાને લીધે PNC ખાતે રાખવામાં આવ્યાં હતા, શારીરિક તફ્લીકોના પરિણામે તેમણે છ માસની ગર્ભાવસ્થા બાદ અધૂરા માસે નોર્મલ ડીલેવરી કરી પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે, જન્મ થતા જ બાળકીનું એક કિલો વજન હતું જેના લીધે જન્મતાની સાથે જ નબળા ફેફસા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ હતી જેના લીધે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ બાળરોગ નિષ્ણાંત ડોક્ટર અજીત વાસ્તવ ,ડો, ભાવિ શાહ ,ડો, વર્ષા પટેલ, દ્વારા બાળકની ગંભીર સ્થિતિ જોતા બાળકને સીપેપ મશીન પર મુકવામાં આવ્યું હતું, બાળકના હૃદયના ધબકારા વધારવા ઇન્જેકશનો ચાલુ કરવામાં આવ્યાં હતા. શરુઆતના તબક્કામાં ચેપ લાગવાથી એન્ટીબાયોટીક આપવામાં આવી હતી અધૂરા માસે ઓછા વજન સાથે જન્મેલા બાળકને પીળીયાની અસર થતા ફોટોથેરાપી અપાઈ હતી બાળકને ટુ-ડી-ઇક્કો દ્વારા તપાસ કરતાં બાળકને હૃદયમાં કાણું હોવાનું જાણવા મળતા સારવાર કરવામાં આવી હતી, શરૂઆતના દિવસોમાં બાળકને નળી દ્વારા દુધ આપવામાં આવ્યું હતું જેના લીધે ધીમે ધીમે બાળકનું વજન વધતા કાંગારું મધર કેર શરૂ કરી માતાનું ધાવણ આપવામાં આવ્યું હતું જેના સાથોસાથ મલ્ટીવિટામીન સીરપ દ્વારા પોષણ આપવામાં આવ્યું હતું.

આ સ્થિતિમાં બાળકને રજા આપવી શક્ય ન હતી પરંતુ માતા-પિતાની જીદના કારણે બાળકને લઈને દોઢ મહિના બાદ ઘરે પરત ફર્યા હતા પરંતુ થોડાક દિવસોમાં બાળકની હાલત કફોડી બનતા જેઓ પાંચમાં દિવસે બનાસ સિવિલ એન.આઈ.સી.યુ. ખાતે ખસેડવામાં આવતા બાળક બિલકુલ ધાવણ પણ લેતું ન હતું બાળકને નીમોનીયાની પણ અસર જોવા મળતા બાળકને ઓક્સિજન આપવામાં આવતા બાળકના વજનમાં નોધપાત્ર ધટાડો જોવા મળ્યો હતો. જેથી બાળકને નસમાં એન્ટીબાયોટીક અને પ્રવાહીના ઈન્જેકશન ફરીથી ચાલુ કરવામાં આવ્યા હતા જોકે ફરીવાર બાળકનો રીપોર્ટ કરાતા બાળકને પાંડુરોગ જાણતા બાળકને બે વખત લોહી ચડાવવામાં આવ્યું હતું.

બાળકની સ્થિતિમાં સુધારો આવતા માતાનું ધાવણ શરૂ કરવામાં આવ્યું હતું, બાળકના વજનમાં ધીમેધીમે સુધારો આવતા બાળકના એન્ટીબાયોટિક કોશ પુરો કરીને બાળકને સપૂર્ણ સારવાર આપવામાં આવતા બાળક હાલમાં સ્વસ્થ થતા બાળક ને બનાસ જનરલ સિવિલમાંથી રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...