થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં રિજલ્ટના ગોટાળાના મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. શિક્ષણાધિકારીની તપાસમાં શિક્ષકની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયો છે. બીઆરસી અને સીઆરસીએ સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ તપાસ સમિતિ રચી હતી. જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીને વાર્ષિક મૂલ્યાંકન કરતાં માર્કશીટમાં વધુ ગુણ અપાયા હતા. જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ થરાદ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે.
થરાદ તાલુકાના પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામપત્રમાં મોટા છબરડાવાળું એક વિદ્યાર્થીનું રિઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ સમગ્ર બાબતે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી અને તપાસમાં શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.