ટેબ્લેટનું વિતરણ:ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ટેબ્લેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1,754 વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા ટેબ્લેટ અપાયા

ડીસા ખાતે કાર્યરત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે ડીસા કોલેજ ખાતે ટેબ્લેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. 1,754 વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા ટેબ્લેટનું વિતરણ શરૂ કરાયું હતું. જેમાં પ્રથમ દિવસે કોલેજમાં 200 જેટલા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા હતા. આવનારા છ દિવસમાં બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા ટેબ્લેટનું વિતરણ કરી દેવામાં આવશે.

આજના ટેકનોલોજી ભરેલા યુગમાં વિદ્યાર્થીઓ ભણતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેબલેટ યોજના અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની ટેબલેટ યોજના અંતર્ગત ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના 1,754 વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે હજાર રૂપિયા ભર્યા હતા.

આજથી ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારની ટેબલેટ યોજના અંતર્ગત ટેબ્લેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. 1,754 વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા ટેબ્લેટનું વિતરણ શરૂ કરાયું હતું. જેમાં પ્રથમ દિવસે કોલેજમાં 200 જેટલા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા હતા અને આવનારા છ દિવસમાં બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા ટેબ્લેટનું વિતરણ કરી દેવામાં આવશે.

હાલ 2019ના વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે અરજી કરી હતી, તે તમામ વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા વ્હોટસપ, સોશિયલ મીડિયા તેમજ કોલેજની એપ્લિકેશન પર ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેની જાહેરાત કરી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...