વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022:બનાસકાંઠા જિલ્લાની બેઠકો માટે આજથી ફોર્મ વિતરણનો પ્રારંભ, 9 બેઠકો પર 227 ફોર્મ ઉપડ્યા

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન આગામી5 મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. બીજા તબક્કામાં યોજાનાર બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડતા આજથી ઉમેદવારી પત્રો ભરી શકાય છે. જિલ્લામાં તમામ નવ વિધાનસભા બેઠકો માટે કુલ 227 ફોર્મનું વિતરણ થયાં છે.

કુલ નવ વિધાનસભા મતવિસ્તારમાં થયેલ ફોર્મ વિતરણની વિગત જોઈએ તો 7-વાવમાં 33, 8-થરાદમાં 57, 9-ધાનેરામાં 28, 10-દાંતામાં 2, 11-વડગામમાં 28, 12-પાલનપુરમાં 26, 11-ડીસામાં 15, 14-દિયોદરમાં 25 અને 15-કાંકરેજ 13 વિધાનસભામાં 227 જેટલાં ઉમેદવારો ફોર્મ લઇ ગયા હોવાનું બનાસકાંઠા જિલ્લા ચૂંટણી શાખા દ્વારા જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...