વિધાનસભા સામાન્ય ચૂંટણી:બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક માટે પ્રથમ દિવસે 98 ફોર્મનું વિતરણ, આજે કોઇ પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી

બનાસકાંઠા (પાલનપુર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી તા. 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાવાની છે. ત્યારે બીજા તબક્કામાં યોજાનારી બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આજથી ઉમેદવારી પત્રો ભરવાની જાહેરાત કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે જિલ્લામાં તમામ નવ વિધાનસભા બેઠકો માટે કુલ-98 ફોર્મનું વિતરણ થયું હતું. જોકે, આજે કોઇપણ વિધાનસભા ક્ષેત્રમાં ઉમેદવારી નોંધાઇ નથી.

આજે નવ વિધાનસભા મતવિસ્તારમાં થયેલા ફોર્મ વિતરણની વિગત આ પ્રમાણે છે. વાવમાં 13, થરાદમાં 24, ધાનેરામાં 18, દાંતામાં 2, વડગામમાં 4, પાલનપુરમાં 10, ડીસામાં 13, દિયોદરમાં 8 અને કાંકરેજ વિધાનસભામાં 6 જેટલાં ઉમેદવારો ફોર્મ લઇ ગયા હતા. જોકે, હજુ સુધી એકપણ ઉમેદવારે પોતાનું ફોર્મ ભર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...