પ્રિમોન્સુન કામગીરીને લઇને તંત્ર સક્રિય:બનાસકાંઠામાં ડિઝાસ્ટર વિભાગે ચોમાસા પૂર્વે તૈયારીઓ શરૂ કરી, જિલ્લાના 14 તાલુકામાં કંટ્રોલરૂમ ઉભા કરાયા

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017 જેવી પૂરની પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા તંત્ર તૈયાર
  • પૂર કે વાવાઝોડું જેવી આફતો સામે લોક સુરક્ષા માટે તંત્ર એલર્ટ રહે તે માટે સૂચનો કરાયા

ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે વહીવટી તંત્રે પ્રિ-મોન્સૂન પ્લાનની એક્ટિવિટી શરૂ કરી છે. ચોમાસાના આગમનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ચોમાસા દરમ્યાન કોઈ જાનહાનિ ના સર્જાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના 14 તાલુકાઓમાં કંટ્રોલરૂમ ઉભા કરાયા છે. તેમજ તાલુકા હેડ મથકે અધિકારીઓને એલર્ટ રહેવા તેમજ ચોમાસા દરમિયાન પૂર કે વાવાઝોડું જેવી આફતો સામે લોક સુરક્ષા માટે તંત્ર એલર્ટ રહે તે માટે પણ સૂચનો કરાયા છે.

ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે વહીવટીતંત્રે પ્રિ-મોન્સૂન પ્લાનની એક્ટિવિટી શરૂ કરી છે. ચોમાસાના આગમનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ચોમાસા દરમ્યાન કોઈ જાનહાનિ ના સર્જાય તે માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના 14 તાલુકાઓમાં તાલુકા હેડ મથકે અધિકારીઓને એલર્ટ રહેવા તેમજ ચોમાસા દરમિયાન પૂર કે વાવાઝોડું જેવી આફતો સામે લોક સુરક્ષા માટે તંત્ર એલર્ટ રહે તે માટે પણ સૂચનો કરાયા છે.

જિલ્લાના 14 તાલુકાઓમાં કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે અને જિલ્લાની તમામ તાલુકાની કચેરીઓ 24 કલાક ખુલ્લી રાખવાના પણ આદેશો અપાયા છે. 2017માં પૂરની પરિસ્થિતિમાં જે પ્રકારે બનાસકાંઠાએ ભોગવ્યું છે તેની અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્રે ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...