પાલનપુર બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા મહાદેવના મંદિર પાસે રહેતા વૃદ્ધ અને વૃદ્ધાના ઘરમાં બુધવારે ધોળા દહાડે એક ગઠિયો પૂર્વ ધારાસભ્યની યોજનામાં પેન્શન મળશે તેમ કશી વૃધ્ધાના હાથમાંથી સોનાની બે બંગડી કઢાવી લઇ ફરાર થઇ ગયો હતો. આ અંગે પરિવારે પોલીસ મથકે જાણ કરી હતી.
પાલનપુર બ્રિજેશ્વર કોલોની નજીક મહાદેવજીના મંદિરની સામે આવેલી ગલીમાં રહેતા બંસી ભાઈ મહેશ્વરી (ઉ.વ. 85) બુધવારે બપોરનું ભોજન કરતા હતા. ત્યારે ત્યાં આવેલા ગઠિયાએ તેમને બનાસકાંઠા મર્કેન્ટાઇલ બેંકની તેમના જ ખાતાની ચોપડી(પાસબુક) આપીને કહ્યુ હતુ કે, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલની યોજનામાં તમને રૂપિયા 3,00,000 પેન્શન મળવાનું છે.
આ કાગળોમાં સહી કરવી પડશે. તેના માટે અત્યારે એક લાખ રૂપિયા રોકડા ભરવા પડશે. જોકે, બંસીભાઇએ નાણાં ન હોવાનું કહેતા ગઠિયો તેમની ધર્મપત્નિ દેવીબેન (ઉ.વ.83) પાસે રસોડામાં ગયો હતો. અને તેમને વિશ્વાસમાં લઇ સાબુના પાણીથી ચાર તોલાની સોનાની બંગડીઓ કઢાવી લઇ ફરાર થઇ ગયો હતો.
આ અંગેની બંસી ભાઈના મોટા દીકરા નવીનભાઈ બપોરે ઘરે જમવા આવતા આ ઘટનાની જાણ તેમની માતાએ તેમને કરતા આજુબાજુના વિસ્તારના રહીશોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પૂર્વ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી.
અગાઉ દીકરીના ગળામાંથી સોનાનો દોરો ઝૂંટવાયો હતો
ગયા સપ્તાહે જ આ વૃદ્ધાની દીકરી કે જે બેચરપુરા વિસ્તારમાં રહે છે તે પોતાના માતા પિતા ને મળવા બીજેશ્વર કોલોની આવતા મંદિર પાસેથી એક ગઠીયો તેના ગળામાં પહેરેલ અઢી તોલા સોનાનો દોરો ખેંચી લઈ આગળ ઉભેલા બાઈક ઉપર ફરાર થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.