ગણપતી બાપાનું વિસર્જન:ઈકબાલગઢના વિશ્વેશ્વરમાં બનાસ નદીમાં ગણપતી બાપાનું વિસર્જન કરવા ભક્તોની ભીડ ઉમટી

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસ નદી ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠી

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વિશ્વેશ્વર બનાસ નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટતા ભક્તિમય માહોલ બન્યો હતો. ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી બનાસ નદી ગુંજી ઉઠી હતી. અમીરગઢ પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ વિશ્વેશ્વર બનાસ નદીમાં ગણપતિ દાદાનુ વિસર્જન કર્યું હતું.

ભક્તોએ પ્રાર્થના કરી
બનાસકાંઠા જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે ઠેર ઠેર જગ્યાએ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં લોકો પોતાના ઘરે પણ ગણપતીદાદા ની સ્થાપના ઓ કરી હતી જેમાં ભક્તો દ્વારા પોતાના ઘરે ગણેશ ભગવાન ને કોઈ એક દિવસ તો કોઈ બે દિવસ તો કોઈ પાંચ દિવસ અથવા 10 દિવસ સુધી માનતાઓ માની ભગવાન ગણેશજીની આરાધના કરતા હોય છે જેમાં આજે ગણપતિદાદાના વિસર્જન કરવા મોટી સંખ્યામાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસેથી પસાર થતી વિશ્વેશ્વર મહાદેવ બનાસ નદીમાં ભક્તો ઉમટ્યા હતા અને ગણપતિ દાદાનુ વિસર્જન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં આવેલા લોકો ડીજેના તાલે અબીલ ગુલાલ સાથે ગણપતિ બાપા મોરિયાના નાદથી વિશ્વેશ્વર બનાસ નદી ગુંજી ઉઠી હતી. જેમાં અમીરગઢના વિરમપુર દાવડાવાસમાં પણ ગણપતીદાદાની સ્થાપના કરવામાં આવી હતી. પરંપરાગત ધામધૂમથી ગણપતિજીની સ્થાપના કરી વિશ્વેશ્વર ખાતે બનાસ નદીમાં વિસર્જન કર્યું હતું જેમાં ભક્તોએ દાદાના વિસર્જન કરી પ્રાર્થનાઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...