હાલાકી:પાલનપુરમાં કિર્તિસ્તંભ વિસ્તારમાં જાહેર શૌચાલયના અભાવે હાલાકી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 500 ઉપરાંત દુકાનો હોવા છતાં શૌચાલય નથી

પાલનપુર કિર્તિસ્તંભ વિસ્તારમાં 500 ઉપરાંત દુકાનો આવેલી છે. જોકે, અહિંયા જાહેર શૌચાલય ન હોવાથી ખરીદી કરવા આવતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં પણ મહિલાઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડી રહ્યું છે. પાલનપુર કિર્તિસ્તંભ આજુબાજુના વિસ્તારમાં હોસ્પિટલો સહિત વિવિધ સાધન સામગ્રી, કપડાં સહિતની દુકાનો આવેલી છે.

જ્યાં દિવસભર મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતાં હોય છે. જોકે, અહિંયા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું ન હોઇ હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે વેપારી કિરણભાઇ ચૌધરીએ જણાવ્યું કે, હોસ્પિટલો કે શોપિંગ સેન્ટરમાં શૌચાલયો છે. પરંતુ જાહેર શૌચાલય નથી. પરિણામે લોકો દુકાનોની આડમાં લધુશંકા કરતાં હોવાથી સતત દુર્ગંધ આવતી હોય છે. જેમાં પણ ખાસ કરીને બહેનોને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડી રહ્યું છે. નગરપાલિકા દ્વારા અહિંયા જાહેર શૌચાલય બનાવે તેવી વેપારીઓની પણ માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...