બદલી:સર્વ શિક્ષા અભિયાનના એન્જિનિયરની બદલી થવા છતાં પણ ચાર્જ છોડતા નથી

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી ફરજ બજાવતા ડીસ્ટ્રીક પ્રોજેક્ટ એન્જિનિયરની પાટણ બદલી કરાઈ છે
  • સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં 5 જુલાઇએ સ્ટેટ પ્રોજક્ટ ડાયરેક્ટરે બદલી કરી હતી

સર્વ શિક્ષા અભિયાનના એન્જિનિયરની બદલી રાજ્યકક્ષાથી IAS એ કરવા છતાં ઇજનેર ચાર્જ ન છોડતા વિવાદ સર્જાયો છે. ડિસ્ટ્રિક્ટ એન્જીનીયરની 5 જુલાઈએ પાટણ ખાતે બદલી કરી જિલ્લાના 14 તાલુકાઓ બે ભાગમાં વહેંચી 2 ઇજનેરોને ચાર્જ સોંપાયો હતો.

બનાસકાંઠા જિલ્લાની સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં વર્ષોથી ફરજ બજાવતા ડીસ્ટ્રીક પ્રોજેક્ટ એન્જિનિયર કાંતિભાઈ પટેલની બદલી 5 જુલાઇએ રાજયકક્ષાથી સ્ટેટ પ્રોજક્ટ ડાયરેક્ટર (આઇ.એ.એસ) અધિકારીએ કરી છે,અને તેઓને તાત્કાલિક પાટણ ખાતે હાજર થવા સૂચન કરવામાં આવેલ છે.

છતાં ડિસ્ટ્રિક્ટ એન્જિનિર કાંતિભાઈ પટેલ છૂટા થતાં નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ઇજનેર કાંતિભાઈ પટેલની વહીવટી કારણોસર બદલી કરી અન્ય 2 જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરોને મૂકવામાં આવ્યા છે. જેમાં એમ.એ. મન્સૂરીને કાંકરેજ, ધાનેરા, દિયોદર, વાવ, સુઈગામ , ભાભર અને થરાદ જ્યારે નિલેશભાઈ ત્રિવેદીને પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, વડગામ, લાખણી અને ડીસાની કામગીરી સંભાળી લેવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...