સંકલનનો અભાવ:પાલનપુરમાં ચોમાસાની દસ્તક છતાં સમતા હાઇસ્કૂલ માર્ગના કોઈ ઠેકાણાં નથી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો 3 વર્ષથી નવા રોડની રાહ જોઈ રહ્યા છે, ભૂગર્ભગટરની પાઈપ લાઈન નંખાઈ ગયા બાદ પણ રિપેર નહીં થતાં રહીશોમાં આક્રોશ

પાલનપુરથી ગઠામણ ગેટથી અંબાજી હાઈવેને જોડતા ગણેશપુરા માર્ગ 3 વર્ષથી ભંગાર હોવાના લીધે વાહન ચાલકો આ માર્ગ પરથી નીકળવાનું ટાળે છે. તંત્ર વચ્ચે સંકલનના અભાવે ચોમાસ પૂર્વે નવો રોડ થાય તેવા કોઈ એંધાણ દેખાતા નથી. ભૂગર્ભગટરની લાઈન નંખાઈ ગયા બાદ હવે ત્યાંથી અવરજવર થઈ શકે તેવી સ્થિતિ હોવા છતાં મોટાભાગના વાહનચાલકો લક્ષ્મણ ટેકરી, શકિતનગર વડલીવાળા પરા થઇ અંબાજી હાઈવે તરફ જાય છે. આ માર્ગ પરથી અંબાજી હાઈવેનો મોટાભાગનો ટ્રાફિક અગાઉ અવરજવર કરતો હતો પરંતુ પાછલા 3 વર્ષથી રોડ ગંભીર રીતે તૂટી ગયો હોવાથી વાહનચાલકો ફરીને જવા મજબૂર બન્યા છે.

ત્યારે હવે આ રોડ તાત્કાલિક નવો બનાવવા સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. રોડને રીપેર કરવા નંખાયેલી ધૂળ વારંવાર ઉડતા લોકોની હાલત કફોડી બની ગઇ છે. પાલિકાની બાંધકામ શાખાને આ અંગે પૂછતાં રોડનું કામ ભૂગર્ભ શાખા પાસે હોવાનુ જણાવી દીધું હતું. જ્યારે જીયુડીસીના ગાંધીનગર ખાતેના અધિકારી સાથે વાત કરતા તેમણે આ રોડ અંગેની દરખાસ્ત પાલિકા જીયુડીસીમાં મોકલી આપે તો ગ્રાન્ટ રિલીઝ કરી શકાય એવો ચોંકાવનારો જવાબ આપ્યો હતો. ત્યારે ચોમાસા પહેલા રોડ બનવાની કોઈ શક્યતા દેખાતી નથી.

અન્ય સમાચારો પણ છે...