• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Deodar's BJP Candidate Keshaji Chauhan Said '100 Percent Voting Of BJP Is To Be Done, If The Voters Are In Pakistan, They Should Also Be Brought From There'.

લો બોલો!:દિયોદરના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે કહ્યું- 'ભાજપનું 100 ટકા મતદાન કરાવવાનું છે, મતદાર પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી પણ લાવવાના છે'

પાલનપુર24 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાનો ચૂંટણી જંગ બરોબરનો જામ્યો છે. એવામાં બનાસકાંઠાની દિયોદર બેઠક પર ભાજપની ટિકિટ મેળવનાર કેશાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કેશાજીએ કહ્યું હતું કે, ભાજપ સમર્થિત મતદારોનું 100 ટકા મતદાન થવું જોઈએ. ભાજપ સમર્થિત મતદાર પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી પણ લાવવાનો જ છે.

પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણને ભાજપે ટિકિટ આપી છે
ભારતીય જનતા પાર્ટીએ આજે જાહેર કરેલી યાદીમાં બનાસકાંઠા જિલ્લાની દિયોદર બેઠક પર કેશાજી શિવાજી ચૌહાણને ટિકિટ આપી છે. ટિકિટ મળ્યા બાદ કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન કેશાજીએ કહ્યું હતું કે, ભાજપ સમર્થિત મતદારોનું 100 ટકા મતદાન કરવાનું છે. આ મતદારો પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી પણ લાવવાના જ છે.

2017માં કેશાજીની માત્ર 972 મતથી હાર થઈ હતી
બનાસકાંઠાની દિયોદર બેઠક પર 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કેશાજી ચૌહાણની માત્ર 972 મતથી કૉંગ્રેસના શિવાભાઈ ભૂરિયા સામે હાર થઈ હતી. 2017નું પુનરાવર્તન ન થાય તે માટે કેશાજી ચૌહાણે ટિકિટ મળ્યાના ગણતરીના કલાકોમાં જ કાર્યકર્તાઓને એલર્ટ કર્યા હતા અને કહ્યું હતું કે, કોઈ એમ ન માને કે આપણી પાસે ઘણા મતદારો છે. ભાજપ સમર્થિત મતદારો પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી પણ ગમે તેમ કરી લાવવાના જ છે.

'ભીખ જ માગવી છે તો વધુ બે લોકો પાસે માગી લેવી'
દિયોદર વિધાનસભા બેઠક પર કેશાજી શિવાજી ચૌહાણ છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો ચહેરો છે. 2012 વિધાનસભા ચૂંટણીમાં કેશાજીનો 20,809 મતની લીડથી જીત થઈ હતી. પરંતુ, 2017માં કૉંગ્રેસના શિવાભાઈ ભૂરિયા સામે માત્ર 972 મતથી હાર થઈ હતી. આ બેઠક પર હાર થયા બાદ પણ 2022ના ચૂંટણી જંગમાં ભાજપે કેશાજીને ટિકિટ આપી છે. ત્યારે કેશાજીએ ભાજપ સમર્થિત મતદારોનું 100 ટકા મતદાન કરાવવા કાર્યકર્તાઓને કામે લાગી જવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, ભીખ જ માગવાની છે તો પછી વધુ બે લોકો પાસે માગી લેવાની.

અન્ય સમાચારો પણ છે...