વાવ,થરાદ,સુઈગામ,તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠનની શાખાએ જુદા જુદા ગામોની શાળાઓમાં સર્વે કામગીરી હાથ ધરી હતી જેમાં કેટલીક શાળાઓમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો જે શાળાઓમાં ક્ષતિઓ સામે આવી હતી તે અંગેનો અહેવાલ બી.ડી.એસ. સંસ્થાએ પ્રથમ તાલુકા કક્ષાએ મૂકી આ ક્ષતિઓ દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. બાદમાં ત્રણે તાલુકાના બનાસકાંઠા દલિત સંગઠનના કાર્યકરો સોમવારે પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા આવ્યા હતા.
વાવ,થરાદ અને સુઈગામ તાલુકાની કેટલીક શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, ઓરડા અધૂરા છે. મધ્યાન ભોજનમાં બાળકો માટે બેસવાની અને પુસ્તકાલયની સુવિધા નથી, કેટલીક શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા પૂરી પાડવા બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે. "જીલ્લા દલિત સંગઠન દ્વારા શાળાઓમાં સર્વે કરતાં અલગ અલગ શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની ઘટ જણાય આવી છે જેના પરથી સાબિત થાય છે કે સમગ્ર જિલ્લાની તમામ શાળાઓનું સર્વે કરવામાં આવે તો દરેક શાળામાં ઓછાવત્તા પ્રમાણે શૈક્ષત્રિક અને ભૌતિક સુવિધાઓની ઘટ હશે જ તો તાલુકાની તમામ શાળાઓનું સર્વે કરાવી ઘટતી ભોતિક સુવિધાઓ સત્વરે પૂરી કરાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.