તંત્રના આખ આડા કાન:વડગામના ચાંગા ગામમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માંગ

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના ચાંગા ગામના ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 9માં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટના થાંભલા પરના બલ્બ નાખવામાં ન આવતા રાત્રી દરમિયાન સ્થાનિક લોકોને અગવડતા પડી રહી છે. તેમજ અવારનવાર ગામના જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયતને વારંવાર રજુઆત કરવા છતાં આખ આડા કાન કરી રહ્યા છે તેમજ કોઈ પણ પ્રકારની કાર્યવહી કરવામાં ન આવતા ઉચ્છ કક્ષાએ રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ ઉપરાંત વડગામના ચાંગા ગામથી ટોકરીયા ગામ તરફ નવીન માર્ગ બનાવવામાં આવ્યો છે જે માર્ગ પર આંગણવાડી પણ આવેલ છે તે માર્ગ ઉપર એકપણ બમ્પ મુકવામાં ન આવતા અવારનવાર અકસ્માત સર્જાય છે તો તાત્કાલિક તે માર્ગ પર બમ્પ મુકવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...