અપીલ:પાલનપુરના શહેરમાં મોટા શોપિંગમાં નકશા મુજબ બાંધકામ કરવા માંગ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ પૂર્વેના મોટા કોમ્પ્લેક્સના જે પાર્કિંગ ખુલ્લા કરવા હુકમ થયો હતો તેનો ત્રણ વર્ષે પણ અમલ ના થતાં અરજદારે અપીલ કરી

પાલનપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર સતત ટ્રાફિક રહે છે તેવામાં આજુબાજુના ગામોમાંથી ખરીદી કરવા આવતા લોકોના વાહનોને પાર્ક કરવા માટે જગ્યા ન હોવાથી મુખ્ય માર્ગ પર જ વાહનો પાર્ક કરે છે. જેથી શહેરના સ્થાનિક રહીશે ત્રણ વર્ષ અગાઉ જે જે શોપિંગ કોમ્પલેક્ષમાં પાર્કિંગની સુવિધા અપૂરતી હતી તેવા શોપિંગ કોમ્પલેક્ષ સામે પગલાં ભરવા માંગ કરી હતી. જેને લઇ તપાસ કમિટી નિમવામાં આવી હતી અને જે શોપિંગ કોમ્પલેક્ષમાં આક્ષેપ હતા તેમની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જો કે ત્રણ વર્ષ બાદ પણ શોપિંગ સેન્ટર સામે કાર્યવાહી ન કરવામાં આવતા અરજદારે પુનઃ રજૂઆત કરી છે.

અરજદાર એસ.એ.સૈયદએ જણાવ્યું હતું કે "પાલનપુર શહેરમાં અગાઉ કરેલી રજૂઆત બાબતે ગંભીરતા ન લેવાતા પુન: અરજી કરી નકશા વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી છે.

આ ઉપરાંત 2019 માં પાલનપુરમાં આવેલા તિરૂપતિ પ્લાઝા, એરોમા આર્કેડ, ગીતાંજલિ કોમ્પલેક્ષ, કોઝી કોમ્પલેક્ષ, વ્હાઇટ હાઉસ, આઇકોન આર્કેડ, ટ્રેઝર કોમ્પ્લેક્સ અને ગુરુ આશીર્વાદ કોમ્પ્લેક્સમાં નકશા વિરુદ્ધ બાંધકામ હોવાની લેખિત ફરિયાદ બાદ તપાસ કમિટી રચવામાં આવી હતી અને તપાસ કમિટીનો અહેવાલ જિલ્લા કલેકટર અને પાલનપુર ધારાસભ્યને સોંપવામાં આવ્યો હતો. જે બાદ પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવા માટેની તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં પગલાં ભરાયા નથી જેને લઇ રજૂઆત કરી છે .

અન્ય સમાચારો પણ છે...