વડગામ તાલુકાના કોટડી ગામના અરજદાર શંકર નાઇ દ્વારા અનેક વાર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રજુઆતો કરવા છતાં પરિણામ ન મળતા આખરે ટીડીઓની ચેમ્બરમાં ઝેરી દવા ગટગટાવનો પ્રયાસ કર્યો હતો. વડગામ પોલીસે અટકાયતી પગલાં લઈ જામીન પર મુક્ત કર્યો હતો, જોકે હવે સમગ્ર પ્રકરણમાં દબાણ આચરનારા સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ પ્રબળ બની છે. વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે કોટડી ગામના અરજદારે તાલુકા વિકાસ અધિકારીને વારંવાર દબાણ દુર કરવાની રજુઆતો કરવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી.
અરજદારે જણાવ્યું કે "કોટડી ગામમાં સ્મશાનના દબાણો દૂર કરવા લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એક્ટ હેઠળ જિલ્લા પંચાયત કચેરી દ્વારા પત્ર વહેવાર થયેલ છે પરંતુ તાલુકા પંચાયત કચેરીના જવાબદાર અધિકારીઓ તા.30 જુલાઈ 2021થી આજ દિન સુધી અરજીઓની તપાસ થતી નથી અને એક બીજાને ખો આપી ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે.
કોટડી ગામમાં ચાર પ્રશ્નો લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એક્ટ હેઠળ થયેલ હોવા છતાં પણ માત્ર કાગળ ઉપર જ ચાલે છે. તલાટી લખે, સર્કલ લખે અને ટી.ડી.ઓ લખે અને એક બીજાને ખો આપે પણ જવાબ ક્યારેય મળતો નથી અને ટેલીફોન પર વાતો કરે છે કે તમારી તપાસ કરીએ તેમ જણાવે છે. અવાર નવાર દબાણો વિકાસના કામો સહિત શરતભંગ ગૌચરોના દબાણો બાબતે તાલુકા પંચાયત કચેરી વગોવાય છે. ત્યારે છેલ્યા દોઢ વર્ષથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કચેરીઓનાં આંટા ફેરા કરે અને જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ ન થાય તે બાબત સામે આગેવાનોમાં નારાજગી વ્યાપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.