હુકુમ:ડીસાના ટીડીઓએ 20 વીસીઈ કર્મીઓને છુટા કરવા ઓર્ડર કર્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લા વી.સી.ઈ મંડળ દ્વારા આવેદન અપાયું

ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગણીઓને લઈ વી.સી.ઈ કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે આંદોલન વચ્ચે બુધવારે ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા 20 વીસીઈ જેટલા કર્મચારીઓને છૂટા કરવા માટે ઓર્ડર કર્યા હતા. જે બાદ બુધવારે જિલ્લા વી.સી.ઈ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના વી.સી.ઈ કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓને લઈ આંદોલન કરવાની ચીમકી આપી હતી ત્યારે બુધવારે આંદોલન થાય તે પહેલાં જ ડીસા તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી દ્વારા સરકારી ઓફિસોમાં ફરજ બજાવતા અને સરકારના વિરોધમાં આંદોલન માં જોડાનાર 20 જેટલા કર્મચારીઓને છૂટા કરવાના ઓર્ડર આપ્યા હતા.

સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ હાલમાં આંદોલન કરતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ તમામ સમસ્યા વચ્ચે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કડક પગલાં લેવામાં આવતા કકળાટ મચી જવા પામી છે. આ અંગે બુધવારે બનાસકાંઠા જિલ્લા વી.સી.ઇ કર્મચારી મંડળ દ્વારા ડીસા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક આ 20 જેટલા કર્મચારીઓને પાછા લાવવામાં આવે અને સરકાર પાસેથી તેમની માંગણીઓ છે તે તાત્કાલિક પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

પાલનપુરના વીસીઈઓને હાજર રહેવા તાકીદ
પાલનપુર તાલુકા વિકાસ અધિકારી અભિષેક પરમારે જણાવ્યું હતું કે, કર્મચારી મંડળએ પોતાની પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું.તમામને ગ્રામ પંચાયતમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...