પાલિકાનું આગોતરું આયોજન:ડીસા નગરપાલિકાએ ચોમાસાની શરૂઆત પહેલાં તમામ વિસ્તારોમાં ગટરો અને નાળાંની સફાઈ શરૂ કરી

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણી વહેણ લોકોના ઘરોમાં જતું અટકી શકે તે માટે આગોતરું આયોજન કરાયું

ડીસા શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે પરિસ્થિતિ બેકાબૂ બને છે. વરસાદના કારણે ગટરો અને નાળાં ઉભરાતાં અનેક હાલાકી વેઠવાનો વારો આવે છે. ત્યારે આ વર્ષે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે, તેવા સમયે ડીસા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાન અંતર્ગત સફાઈ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણીના કારણે લોકોને નુકસાન ન થાય તે માટે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા અત્યારથી જ નાળા અને ગટરની સફાઇ શરૂ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા નગર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વ પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત આગોતરા આયોજનના ભાગ રૂપે ડીસા શહેરમાં આવેલી વિવિધ ગટરો તેમજ નાળાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાલચાલી મારવાડી મોચિવાસ, ભોપાનગર, શિવનગર વિસ્તાર, તેરમીનાળા, વિરેનપાર્ક, પોસ્ટઓફિસ, નદી વિસ્તાર તેમજ શંતઆંના સ્કૂલ પાછળના વિસ્તાર સહિત શહેરમાં આવેલા વિવિધ નાળા તેમજ ગટરો ની સફાઈ હાથ ધરવામાં આવી હતી.

ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરના જણાવ્યા મુજબ આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લઇ શહેરના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે પ્રિ મોન્સૂન પ્લાન અંતર્ગત ડીસા શહેરની વિવિધ ગટરો અને નાળાની સફાઈ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...