ભાસ્કર વિશેષ:પાલનપુરમાં બગડેલી શાકભાજી, ઝભલાં, ટ્રાવેલ્સનો ખર્ચ કાઢતાં ગૃહિણીઓને રૂ. 15થી20 વધુ ચૂકવવાની નોબત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીના હોલસેલમાં રૂ. 5 થી 10, રીટેલના 20 થી 40

પાલનપુરમાં શિયાળાની રૂતુમાં વિવિધ શાકભાજીની આવકમાં વધારો થતાં ભાવ ગગડી ગયા છે. જોકે, ખેડૂતોની બગડેલી શાકભાજી, ઝભલા સહિતનો ખર્ચ માથે આવતો હોઇ વેપારીઓ દ્વારા રૂપિયા 15 થી 20 વધુ લેવાઇ રહ્યા છે.

પાલનપુરમાં ધાણધાર પંથક, ડીસા, દાંતીવાડા ઉપરાંત મહેસાણાથી શાકભાજીની આયાત થાય છે. વહેલી સવારે શાકમાર્કેટ ભરાય છે. જ્યાં શહેર તેમજ આજુબાજુના 25 જેટલા ગામોના વેપારીઓ શાકભાજી ખરીદવા આવે છે. દિવસ દરમિયાન ગૃહિણીઓ પણ શાકભાજી ખરીદતી હોય છે. જોકે, આ વખતે શિયાળાની રૂતુની શરૂઆતથી જ શાકભાજીની આવક વધી જતાં તેના ભાવમાં ઘરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેનાથી ખેડૂતોને તો નૂકશાન થઇ રહ્યુ છે. પરંતુ છુટક વેપારીઓ ખર્ચો ચઢાવી કિલો દિઠ રૂપિયા 15 થી 20 કમાઇ રહ્યા છે. આ અંગે શૈલેષભાઇ દેવીપૂજકે જણાવ્યું હતુ કે, ખેડૂતો દ્વારા લાવવામાં આવતી શાકભાજીમાં કેટલીક શાકભાજી બગડેલી હોઇ તેની ઘટ પડે છે. વળી ઝભલાનો ખર્ચ થાય છે. મજુરી પણ થાય છે માટે કિલો દિઠ રૂપિયા 15 થી 20 વધુ ભાવ લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...