તસ્કર ઝડપાયો:વાઘરોલ ચોકડી પાસેથી દાંતીવાડા પોલીસે ચોરાયેલા બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

બનાસકાંઠા (પાલનપુર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ નજીકથી 18 ઓગસ્ટના ચોરાયેલું બાઈક વાઘરોલ ચોકડી પાસેથી દાંતીવાડા પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં દાંતીવાડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરનું ડીસા તરફ બાઈક આવતું જોઈ ચેક કરતા પોલીસને બાઈક ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે બાઈક સહીત ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​પોલીસે તપાસ હાથ ધરી
દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાંતીવાડા ડેમ નજીકથી ચોરી થયેલી બાઈક સાથે દાંતીવાડા પોલીસે એક શખ્સને ઝડપી પાડયો છે. દાંતીવાડા પોલીસ સ્ટાફ વાઘરોલ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર દાતીવાડા નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી. 18 ઓગસ્ટ 2022 ના દાંતીવાડા ડેમ નજીક વીર મહારાજના મંદિર પાસેથી ચોરી થયેલ મોટરસાયકલ એક ઈસમ ડીસા તરફ થી વાઘરોલ ચાર રસ્તા લઈને આવે છે જે દાંતીવાડા પોલીસ વાહન ચેકિંગ દરમિયાન હકીકત વાળુ બાઈક આવતા ચાર રસ્તા ખાતે તે વ્યક્તિને આવતા નંબર પ્લેટ વગર હોવાના કારણે પોલીસને શંકા જતા તેને રોકાવી પૂછપરછ કરી હતી. દાંતીવાડા પોલીસે મોટરસાયકલ કબજે લઇ દિલીપ ઠાકોર જુના ડીસા વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...