ઉગ્ર માંગણી:પાલનપુરના હાઇવે પેવર થતાં બમ્પ સમતળ બનતાં અકસ્માતનું જોખમ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક રહીશોની ઉગ્ર માંગણી અને ધરણાં બાદ બમ્પ બનાવાયા હતા

પાલનપુરથી અમદાવાદ, આબુ, ડીસાને સાંકળતા નેશનલ હાઇવે ઉપર સ્કુલ તેમજ સર્કલ આગળ લોકોએ આંદોલન કરીને બમ્પ બનાવડાવ્યા હતા. જોકે, આ હાઇવે પેવર થતાં બમ્પ હાઇવેને સમતળ બની ગયા છે. પરિણામે આ સ્થળોએ વાહનો પુરઝડપે પસાર થતાં હોઇ સ્થાનિક રહિશોને જીવલેણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

પાલનપુરથી પસાર થતાં અમદાવાદ, આબુરોડ અને ડીસા હાઇવે ઉપર સતત અકસ્માતો થતાં હોઇ અગાઉ લોકોએ ધરણાં સહિતના આંદોલન કરતાં તંત્ર દ્વારા ત્રણેય હાઇવે ઉપર 10થી ઉપર બમ્પ બનાવ્યા હતા. જેના કારણે અકસ્માતોનું પ્રમાણ ઓછું થયું હતુ. જોકે, આ હાઇવેને પેવર કરવામાં આવતાં બમ્બ સુધી ડામર થઇ ગયો છે. પરિણામે બમ્બ હાઇવેને સમતળ થઇ ગયા હોવાથી વાહનો રોકાતા નથી. અને પુરઝડપે પસાર થતાં હોઇ સ્થાનિક રહિશોને હાઇવે ક્રોસ કરતી વખતે સતત જીવલેણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

આ સ્થળે બમ્પ સમતળ બન્યા
પાલનપુરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એરોમા સર્કલ નજીક ચારે તરફ બમ્પ બનાવવામાં આવ્યા હતા. જે સમતળ બની ગયા છે. આ ઉપરાંત હનુમાન ટેકરી, સ્વસ્તિક સ્કુલ, બિહારી બાગ સહિત 10 સ્થળોએ બમ્પ ન હોવાથી અકસ્માતનો ભય વધ્યો છે. ખાસ કરીને હવે સ્કુલો ખુલી ગઇ છે. ત્યારે ત્યાં વિધાર્થીઓની અવર- જવર હોઇ સત્વરે બમ્પ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...