ચાઈનીઝ દોરી ઝડપાઈ:પાલનપુરમાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા ત્રણ સામે ગુનો નોંધાયો, બે શખ્સોની અટકાયત

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરીથી બનતા અકસ્માતો અટકાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ બહાર પાડેલ જાહેરનામાં અનુસંધાને બાતમી હકીકત આધારે ગઠામણ દરવાજા પાસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે ઇસમોને પાલનપુર શહેર પૂર્વ પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા છે. જેમાં ચાઈનીઝ દોરીથી બનતા અકસ્માતો અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને પાલનપુર શહેર પૂર્વ પોલીસે બાતમી હકીકત આધારે ગઠામણ દરવાજા પાસે ચાઈનીઝ ફીરકીનું વેચાણ કરતા બે ઈસમો ને ઝડપી પાડ્યા છે જેમાં 1. લક્ષ્મણભાઈ સોલંકી ચંડીસર જીઆઇડીસી 2. ભાવિક કુમાર પ્રજાપતિ ચંડીસર મહાદેવ મંદિર તેમજ પકડવાના બાકી રહેલ ઈસમો અશોકભાઈ મહેશ્વરી સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પતંગો ની દુકાનોમાં તપાસ કરવામાં આવે તો કેટલીક દુકાનોમાં ચાઈનીઝ દોરી નું વેચાણ થઈ રહ્યું હોવાની બુમરાડ ઉઠી છે જોકે વહેલી તકે પાલનપુર શહેર પૂર્વ પોલીસ ની જેમાં બનાસકાંઠા ની પોલીસ પણ તપાસ પતંગ ની દુકાનો માં તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણ માં ચાઈનીઝ દોરી ઝડપાઈ તેમ છે.

અન્ય સમાચારો પણ છે...