પોલીસની તવાઈ:બનાસકાંઠામાં ચાઈનીઝ દોરી અને તુક્કલનો વપરાશ અને વેપાર કરતા 25 વિરુદ્ધ ગુનો નોંધાયો, 2.33 લાખનો મુદ્દામાલ કબજે

બનાસકાંઠા (પાલનપુર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરીથી બનતા અકસ્માતો અટકાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું જાહેર કર્યું છે. બહાર પાડેલા જાહેરનામા અનુસંધાને ચાઇનીઝ દોરી અને તુક્કલ વપરાશ અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ પોલીસે 25 જેટલા કેસ કર્યા છે. જ્યારે કુલ 2 લાખ 33 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે જિલ્લા પોલીસ ચાઈનીઝ તેમજ તુક્કલ વપરાશ કરનારા કે વેપાર કરનારા ઈસમો વિરુદ્ધ તવાઈ બોલાવી છે. સરહદી રેંજ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તેમજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા અક્ષયરાજે મેજિસ્ટ્રેટના જાહેરનામાનું કડક પાલન કરવા પોલીસ સ્ટાફને સૂચનો આપ્યા છે. જો કોઈ પતંગ ચગાવવાના માંઝા અથવા દોરી કે જે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલ હોય અને નોન-બાયોડિગ્રેડેબલ હોય દોરી સાથે કોઈ પકડાય તો તેની સામે કડક કાર્યવાહી કરવા સૂચનો કર્યા છે.

અધિકારીના સૂચન મુજબ ચાઈનીઝ દોરી તેમજ તુક્કલ વપરાશ કે વેચાણ કરતા ઈસમો પર કુલ 25 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 2 લાખ 33 હજાર 330 રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...