આદેશ:તત્કાલિન પીઆઇ, બે પોલીસ કર્મચારી સહિત છ સામે કોર્ટના તપાસના આદેશ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2019માં પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ન્યાય માટે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી
  • પૂર્વ ધારાસભ્યની પત્નીના નામના પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરી છેતરપિંડી કરી હોવાની અને તત્કાલિન પીઆઇ સહિત બે કર્મચારીઓએ સત્તાનો દૂરુપયોગ કર્યો

પાલનપુરના પૂર્વ ધારાસભ્યની પત્નીના નામના પ્લોટના વેચાણ દસ્તાવેજ કરી છેતરપીંડી આચરવામાં આવી હોવાની અને તત્કાલિન પીઆઇ સહિત બે કર્મચારીઓએ સત્તાનો દૂરપયોગ કરી મદદગારી કરી હોવાની પિટીશન 2019માં સિનિયર સિવિલ કોર્ટમાં થઇ હતી. જેમાં ન્યાયાધીશે તપાસના આદેશ કરતાં પોલીસે છ સામે ગૂનો નોંધ્યો છે.

પાલનપુરના એગોલા રોડ પર આવેલ શિવનગર માં રહેતા ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ માધવલાલ પ્રજાપતિની પત્ની લીલાબેન પ્રજાપતિ ના નામે એગોલા રોડ પર આવેલા સર્વે નંબર 534નો પ્લોટ મહેસાણાના એપોલો હાઉસમાં રહેતા મંજુલાબેન રશ્મિકાંત પટેલ, પાલનપુરના માનસરોવર રોડ પર રહેતા જાગૃતિબેન નરેશભાઈ ચંદાણી અને નરેશભાઈ ચંદાણીએ 28 માર્ચ 2017ના રોજ અડાણવટે દસ્તાવેજ કરવાના બદલે વેચાણ દસ્તાવેજ કરી છેતરપીંડી આચરી હતી.

જેમાં તત્કાલીન પીઆઇ સોલંકી, પોલીસ કર્મી વિનોદભાઈ ચૌધરી તેમજ પ્રવિણભાઈએ સત્તા નો દુરુપયોગ કરી આરોપીઓ ને મદદગારી ફરી ગોવિંદભાઇ પ્રજાપતિ અને તેમના ડ્રાઇવરને ધમકી આપી અગત્યના કાગળો અને 45 હજાર કાઢી લીધા હતા.પૂર્વ ધારાસભ્યએ 2019માં કોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જેમાં ન્યાયાધીશે પોલીસને તપાસનો આદેશ કરતાં પોલીસે છ સામે ગૂનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે.

કોર્ટે તપાસનો આદેશ કર્યો છે
બીજા એડીશનલ સિનિયર સિવિલ જજના પાલનપુરના લેખિત સી. આર. પી.સી. કલમ 156 (3)ના હૂકમ આધારે રજીસ્ટર કરી તપાસ કરવામાં આવશે. જે રિપોર્ટ કોર્ટમાં રજુ કરાશે. કોઈની ધરપકડ કરવાની થતી નથી. આર. આર. રાઠવા (પી. આઇ. પશ્વિમ પોલીસ મથક, પાલનપુર)

અગાઉ ધારાસભ્ય સામે ફરિયાદ થઇ હતી
પાલનપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા પ્લોટ ઉપર બથામણીયો કબ્જા કરવાના મુદ્દે અગાઉ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ધારાસભ્ય અને તેમના વાહનના ચાલક સામે ગૂનો નોંધી પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. જે સમયે અગત્યના કાગળો અને રૂપિયા 45 હજાર લીધા હોવાની પૂર્વ ધારાસભ્યએ કોર્ટમાં પિટીશન દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...