રિમાન્ડ મંજૂર:અમીરગઢથી પિસ્તોલ સાથે પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

બનાસકાંઠા (પાલનપુર)3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસ.ઓ.જી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એકને ઝડપ્યો હતો જ્યારે બે નાસી છૂટ્યા હતા

અમીરગઢ હાઇવે પરથી બનાસકાંઠા SOGએ બાતમીના આધારે બે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપ્યો હતો. અમીરગઢ પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં આરોપીને રજૂ કરતાં કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં બે પિસ્તોલ ક્યાંથી આવી હતી તેમજ બે નાસી છૂટેલા ઈસમોને લઈ તપાસ હાથ ધરી છે.
​​​​​​​પોલીસના હાથે બે રિવોલ્વર સાથે પકડાઈ ગયો હતો
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ઇકબાલગઢ વચ્ચે આવેલી એક ખાનગી હોટલ નજીક દેશી બનાવટની પિસ્તોલને લઈ એસ ઓ જીને બાતમી મળતા એસ ઓ જી દ્વારા તેઓને પકડવા માટે રેડ કરતા બે આરોપીઓ ત્યાંથી ભાગી છૂટયા હતા અને એક આરોપી કમલેશ કુમાર પ્રભુરામ વિશનોયી પોલીસના હાથે બે રિવોલ્વર સાથે પકડાઈ ગયો હતો. જેથી એસ ઓ જી દ્વારા મુદ્દામાલ સહિત આરોપીને અમીરગઢ પોલીસને સોંપતા અમીરગઢ પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી કરવામાં આવતા પકડાયેલ આરોપીને અમીરગઢ નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. તેમજ અન્ય ઇસમોની પકડ અને પિસ્તોલ કોને વેચવાની હતી તેમજ ક્યાં કારણોસર રાજસ્થાનમાંથી ગુજરાતમાં પિસ્તોલ લઈ આવ્યો હતો તેની તપાસ માટે કોર્ટમાં આરોપીના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેથી અમીરગઢ નામદાર કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...