કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં 4 કોરોના પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 22 પર પહોંચી

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RTPCRVE 1365, એન્ટિજન 892 ટેસ્ટ કરાતા 4 પોઝિટિવ આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 22 કોરોના પોજીટીવના એક્ટિવ કેસ છે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 2256 કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જેમાં જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 22 છે. જિલ્લામાં ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા RTPCRના 1365, ANTIGEN 892 એમ કુલ 2256 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ચાર તાલુકામાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પાલનપુરમાં 1, ધાનેરામાં 1, દાંતીવાડામાં 1, કાંકરેજમાં 1 નોંધાયા છે. જેમાં જિલ્લામાંથી ત્રણ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...