સ્થાનિકોમાં રોષ:પાલનપુરના સુખબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર દૂષિત પાણી વહ્યું

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર સુખબાગ પરના જાહેર માર્ગો પર છેલ્લા બે દિવસથી ગટરનું દૂષિત પાણી જાહેર માર્ગો વહી રહ્યું છે જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો.છે.ગટર પાણી રોડ રસ્તા અને ગંદકી જેવી સમસ્યાને લઈ અવારનવાર સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી છે.

જ્યાં સુખબાગ માર્ગના જાહેર રસ્તા પર છેલ્લા બે દિવસથી ગટરનું દૂષિત પાણી નદીની જેમ વહી રહ્યું છે.જેને લઇ સ્થાનિકો તેમજ વાહન ચાલકો અટવાયા હતા.આ બાબતે સ્થાનિકો આક્ષેપ કર્યા હતા કે, આ માર્ગ પર અવારનવાર ગટરનું પાણી વહે છે તેમ છતાં પાલિકાના કોઈ કર્મચારી અહીંયા જોવા પણ આવતા નથી અમુક નગરસેવકો ગંદકીમાંથી પસાર થાય ત્યારે મોઢા પર રુમાલ બાંધે છે.

અન્ય સમાચારો પણ છે...