સદનસીબે જાનહાનિ ટળી:પાલનપુરમાં નવા બસ સ્ટેન્ડ નજીક ઝાડ સાથે કન્ટેનર ટકરાયું, ચાલકનો બચાવ

બનાસકાંઠા (પાલનપુર)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર નવા બસ સ્ટેન્ડ નજીક એક કન્ટેનર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમા કન્ટેનર ચાલક અમદાવાદ જવાનો રસ્તો ભૂલી જતા પાલનપુર બજારમાં કન્ટેનર લઈ ઘુસી જતા ઝાડ સાથે ટકરારાતા કન્ટેનર પર ઝાડ તૂટી પડ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો સિલસિલો જોવા મળી રહ્યો છે. જેમાં આજે પાલનપુર નવા બસ સ્ટેન્ડ નજીક એક કન્ટેનર ઝાડ સાથે ટકરાયું હતું જોકે પાલનપુર અમદાવાદ જવાના બદલે કન્ટેનર ચાલક રસ્તો ભૂલી જતા કન્ટેનર ચાલક પાલનપુર બજારમાં કન્ટેનર લઈ હું ઘૂસી ગયો હતો જોકે થોડા આગળ જતા જ નવા બસ સ્ટેન્ડ નજીક કન્ટેનર એક ઝાડની ડાળીઓ સાથે ટકરાયું હતું જેથી ઝાડની ડાળીઓ તૂટીને કન્ટેનર ઉપર પડી હતી કન્ટેનર ચાલકે કન્ટેનર રોકી અને ઝાડની ડાળીઓ કન્ટેનર ઉપરથી હટાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે અકસ્માતમાં સદનસીબે મોટી ઈજાનાની થતા ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...