કાદવમાં ફસાયેલા 'કમળ'ને 'પંજા'એ બહાર કાઢ્યું:દિયોદરમાં કીચડમાં ફસાયેલા ભાજપના પ્રચાર રથને કોંગ્રેસે દોરડાથી ખેંચી કાઢ્યો, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

પાલનપુર3 મહિનો પહેલા

'મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી...' ગની દહીંવાલાની આ પંક્તિને સાર્થક કરતા આ દૃશ્યો દિયોદરનાં છે. શનિવારે દિયોદરમાં ભાજપનો પ્રચાર રથ કીચડમાં ફસાઇ ગયો હતો. જેને કોંગ્રેસના પ્રચાર રથની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને સોશિયલ મીડિયાનાં અલગ અલગ પ્લેટફોર્મ પર યુઝર્સ કોમેન્ટ કરીને બંને પાર્ટીઓને ટ્રોલ કરી રહ્યા છે.

રાજકીય ગરમા ગરમી વચ્ચે હળવું સ્મિત ફરકાવતી ઘટના
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સીધી રીતે જોવા જઈએ તો ત્રિપાંખિયો જંગ છે. દરેક પાર્ટી એકબીજાને એકબીજાની બી ટીમ ગણાવીને મતદારોને પોતાના તરફ આકર્ષી રહી છે. રાજકીય ગરમા ગરમી વચ્ચે એક હળવું સ્મિત ફરકાવી દે તેવી એક ઘટના શનિવારે દિયોદરમાં બની હતી.. દિયોદરમાં ભરોસાની ભાજપ સરકારના સ્લોગન સાથે પ્રચાર કરતો રથ કાદવમાં ફસાઈ ગયો હતો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેમાં કોંગ્રેસનું કામ બોલે છે તેવું લખેલો રથ તેની મદદે આવે છે અને તેને બહાર કાઢે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને ભારે રમૂજ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...