રજૂઆત:કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ બાળ કલ્યાણ મંત્રીને પત્ર લખી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની માગણી સંતોષવા માગ કરી

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ ને પત્ર લખ્યો

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી એ બાળ કલ્યાણ મંત્રી ને પત્ર લખી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ રેલી યોજી જિલ્લા કક્ષાએ આવેદનપત્રો આપ્યા છે અને હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે જેના અનુસંધાને પત્ર લખી તેઓની માંગણી સંતોષવા અને પૂરેપૂરું વેતન ભથ્થું મળે તેવી દાંતાના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડી રજૂઆત કરી છે.

બનાસકાંઠા જીલ્લાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ ને પત્ર લખી મહિલા બાળ વિભાગ હેઠળ જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતો દ્વારા કાર્યરત આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકર્તા તથા અન્ય સ્ટાફ પાસેથી સરકાર વિવિધ પ્રકારની કામગીરીઓ લઈ રહી છે. પરંતુ તેની સાથે તેઓની વારંવારની અને વર્ષો જૂની રજૂઆત હોવા છતાં પણ તેઓની માંગણીઓ સંતોષાઈ નથી. અપૂરતા વેતન ભથ્થા આપવામાં છે જેના કારણે રાજ્યના દરેક જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો રેલી યોજી જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપેલ છે અને હડતાલ પર ઉતરવાની ચીમકી આપેલી છે. જેથી આપની કક્ષાએથી મહિલા આંગણવાડી કાર્યકરો પ્રત્યે મહાન અનુભૂતિ દાખવી તેઓની માંગણીઓ સંતોષાય અને પૂરેપૂરો વેતન ભથ્થું મળે તેઓ સકારાત્મક નિર્ણય કરવા દાતા કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડી એ પત્ર લખી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...