નામ જાહેર થયા વિના ફોર્મ ભર્યું:દિયોદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલાં જ શિવા ભુરિયાએ ઉમેદવારી નોંધાવી

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા

રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેથી ઉમેદવારો ફોર્મ ભરવાના કાર્યમાં લાગ્યાં છે. જોકે, હજુ પણ કેટલીક બેઠક પરના ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. ત્યારે દિયોદર વિધાનસભા ઉપર હજુ કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ જ ઉમેદવારના નામની સતાવાર જાહેરાત કરાઈ નથી, છતાં આજે દિયોદરના કોંગ્રેસના ધારસભ્ય શિવા ભુરિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી નાખ્યું હતું. ફોર્મ ભર્યા બાદ શીવાભાઈ ભુરીયાએ દિયોદર ખાતે જંગી સભા સંબોધી હતી.

આજે ફોર્મ ભરવાનું સારું મુહૂર્ત હતું, જેથી મે ફોર્મ ભર્યુંઃ શિવાભાઈ ભુરીયા
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ દિયોદર, કાંકરેજ અને પાલનપુર વિધાનસભા ઉપર હજુ કોઈ જ ઉમેદવારની સતાવાર જાહેરાત કરાઈ નથી, છતાં આજે દિયોદરના કોંગ્રેસના ધારસભ્ય શિવાભાઈ ભુરિયાએ આજે કોંગ્રેસના નેતાઓ સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જે બાદ શિવાભાઈ ભુરીયાએ દિયોદર ખાતે સભાનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. શિવા ભુરીયાએ સભા સંબોધતા કહ્યું હતું કે, આજે ફોર્મ ભરવાનું સારું મુહૂર્ત હતું, જેથી મેં મારું ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

પાર્ટી મારા બદલે બીજાને ટિકિટ આપશે તો પણ હું તેને ખભે બેસાડીને જીતાદીશઃ શિવા ભુરીયાધારાસભ્ય શિવા ભુરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં મારી ઉમેદવારી રજુ કરી છે. સો એ સો ટકા મે વફાદારી પૂર્વક પાર્ટીનું કામ કર્યું છે. જેથી મને પુરેપુરો વિશ્વાસ છે કે મેન્ડેડ તો રાતે મારું જ આવવાનું છે, તેમજ જો અનીવાર્ય સંજોગોમાં કદાચ પાર્ટી કોઈ અન્ય નિર્ણય કરશે તો તે પણ હું માન્ય ગણીને જેનું નામ આપશે તેને ખભે બેસાડીને જીતાડીશ. જો પાર્ટી મને મેન્ડેડ આપે તો મતદારો માથે મને સો એ સો ટકા વિશ્વાસ છે કે પહેલા કરતા દસ ગણા વોટથી જીતીશ એવી પુરેપુરી આશા છે.

અન્ય સમાચારો પણ છે...