બનાસકાંઠા જિલ્લાના થરાદમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા થરાદના સીટીંગ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ફરી રીપીટ કરાતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.તો ગુલાબસિંહ રાજપુતે પક્ષનો આભાર માનીને ગત ટર્મમાં જે લીડ થી જીત થઈ હતી એના કરતા વધારે લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
થરાદ વિધાનસભાની 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત ભાજપના જીવરાજભાઈ પટેલને હરાવીને વિજેતા બન્યા હતા. આ વખતે ફરીથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે ટિકિટ આપતા ગુલાબસિંહના સમર્થકનોમાં ખુશી ફેલાઈ છે. તો ગુલાબસિંહ રાજપુતે પક્ષનો આભાર માનીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ,આ વખતે ગુલાબસિંહ રાજપૂતનો મુકાબલો સીધો જ ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી સામે છે.
કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોઈ ટક્કર નથી. 8મી ડીસેમ્બરે પરિણામ આવશે પરિણામ થી થરાદના લોકો જવાબ આપશે. જેવા આવ્યા છે એવા પાછા જશે. કેમ કે દૂધનો પૈસો કહોટતો નથી આજે લાખો મહિલાઓ સવારના 4 વાગે ઉઠી પોતાની ભેંસ-ગાય દોહીને દૂધ ભરાવતી હોય છે. કમાણીના એ પૈસાથી ચૂંટણી લડતા હશે તો ક્યારેય સફળતા નથી મળવાની. લોકો પર પણ મને વિશ્વાસ છે એમને વાવ છોડવું કેમ પડ્યું? વાવમાં જાહેરાત કરી દીધી રેલીઓ કરી વાવ કેમ છોડવું પડ્યું? પહેલા રાધનપુર હતા પછી વાવ આવ્યા વાવ હારતા હતા એટલે થરાદ આવ્યા થરાદ હારશે એટલે કોક નવી સીટ પકડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.