પ્રચાર પ્રસાર તેજ:સુઈગામના મોરવાડા ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું

બનાસકાંઠા (પાલનપુર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાવ વિધાનસભા વિસ્તારમાં આવતા સુઈગામ તાલુકાના મોરવાડા ગામે કોંગ્રેસ ધારાસભ્ય અને ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મોરવાડામાં ગેનીબેન ઠાકોરે જનસભા સંબોધી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.

જંગી બહુમતીથી જીતાડવા અપિલ કરી
બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભામાં બેઠક પર હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો જીતની આશાએ એડીચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે આજે વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને હાલના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. આજે સુઈગામ તાલુકાના મોરવાડા ગામે લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો સહિત મોરવાડા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાવ વિધાનસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભા સંબોધી હતી અને ફરી વાવ વિધાનસભામાં કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...