પ્રચારના શ્રી ગણેશ કર્યા:દાતા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ઈકબાલગઢથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, ત્રીજી વાર પણ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

બનાસકાંઠા (પાલનપુર)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માોહોલ જામ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતની આશાએ એડીચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. આજે દાતા વિધાનસભાના કોંગ્રેસના હાલના ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિ ખરાડીએ પણ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.

મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યાં
બનાસકાંઠા જિલ્લાની તમામ વિધાનસભા બેઠકના ઉમેદવારો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે આજે દાતા વિધાનસભાના ઉમેદવાર અને કોંગ્રેસના હાલના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ઈકબાલગઢથી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા. ઇકબાલગઢમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં જિલ્લાના પૂર્વ કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિનેશભાઈ ગઢવી સહિતના જિલ્લામાંથી આવેલા આગેવાનો હાજર રહી કોંગ્રેસ કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અને દાતાના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે, આજથી વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ મારા પર ત્રીજી વખત વિશ્વાસ રાખી મને દાતા વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. લોકો મને ફરી ત્રીજી વાર પણ દાતા બેઠક પર જીત અપાવશે તેવો મને વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...