ઉમેદવારી પત્ર:વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફોર્મ ભર્યું, સુઈગામ ખાતે જાહેર સભાં સંબોધી

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે હજારો સમર્થકો સાથે પ્રાંત કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જે બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિહ ગોહિલ સહીતના આગેવાનોની હાજરીમાં સુઈગામ ખાતે જાહેર સભાં સંબોધી હતી.

હજારો સમર્થકો સાથે ટ્રેક્ટર રેલી યોજી
વાવના ધારાસભ્ય અને વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ભાભરથી સુઈગામ સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી. જેમાં તેમના હજારો સમર્થકો ટ્રેક્ટર રેલીમાં જોડાયા હતા. ભાભરથી સુઈગામના માર્ગ પરથી પસાર થઈ આ ટ્રેક્ટર રેલી સુઈગામ ખાતે પહોંચી હતી. જ્યાં ગેનીબેન ઠાકોરે પોતાના હજારો સમર્થકોને સાથે રાખી સુઈગામ પ્રાંત કચેરી ખાતે પહોંચી વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આ ચૂંટણીમાં પોતાની જીતનો દાવો વ્યકત કર્યો હતો.

ગેનીબેને ઉનેદવારી ફોર્મ ભર્યા બાદ સુઈગામ ત્રણ રસ્તા નજીક તેમના સમર્થકો દ્વારા એક વિશાળ જાહેરસભાનું આયોજન કરાયું હતું. જે જાહેર સભામાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. જાહેર સભામાં ઉમટેલી હજારોની જન્મેદનીને સંબોધતા ગેનીબેન ઠાકોરે પાંચ વર્ષ દરમિયાન પોતાના વિસ્તારના કરેલા કામો ગણાવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...