છેતરપિંડી:થરાદ માર્કેટ યાર્ડમાંથી ખરીદાયેલું સાડા છેતાલીસ લાખનું જીરું મુન્દ્રા ન પહોંચતા ટ્રાન્સપોર્ટ માલિક અને ટ્રક ચાલક સામે ફરિયાદ

બનાસકાંઠા (પાલનપુર)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં થરાદ માર્કેટયાર્ડ માંથી મુંબઈના વેપારીએ ખરીદેલ 46 લાખ 47 હજાર 323 રૂપિયાનું જીરું ગાંધીધામ મુન્દ્રાના ટ્રાન્સપોર્ટ માલિક અને ટ્રક ચાલકે બરોબારીયું કરી છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મુંબઈના વેપારી વિરેન શાહે પોતાના મહેતા દ્વારા થરાદ માર્કેટયાર્ડમાંથી 364 બોરી જીરું ખરીદી ટ્રાન્સપોર્ટ દ્વારા મુન્દ્રા પહોંચાડવા ટ્રક કરી હતી. જીરું ભરેલી ટ્રક મુંદ્રા ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટ માલિકે કોઈ જ જવાબ ન આપતા વેપારીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુલ પડતાં વેપારીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે વેપારી વીરેન ભરત શાહે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મારી કંપનીમાં અશોકપુરી કાશીપુરી ગૌસ્વામી હાલ રહે એમ લલુભાઇ કંપની મુન્દ્રા મુળ રહે ડાભી તા.ઉંઝા મારી કંપનીમાં મહેતા તરીકે નોકરી કરે છે. હું અલગ અલગ માર્કેટયાર્ડમાંથી મસાલાની ખરીદી કરી એક્સપોર્ટ કરતો હોઇ હાલ મારે જીરૂ ખરીદી કરી વિદેશમાં એક્સપોર્ટ કરવાનું હોઇ મારા મહેતા અશોકપુરી કાશીપુરી ગૌસ્વામી ફોન કરીને જીરૂ ખરીદવાની વાત કરેલી જેથી મારા મહેતાએ થરાદ માર્કેટયાર્ડમાં મહાલક્ષ્મી ટ્રેડીંગ પ્લોટના માલિક ભગવાનભાઈ ધનાભાઈ જોષી થરાદવાળાની પેઢી આવેલ હોય તેમનો સંપર્ક કરી 20 ટન જીરૂ ખરીદવાની વાત કરેલી. જેથી મારા મેહતા ને ભગવાનભાઇએ થરાદ રૂબરૂ આવી જીરૂ ચેક કરી ખરીદવાનુ જણાવતાં મારા મેહતા અશોકપુરી તા 01 / 12 / 2022 થી 08/12/2022 સુધી થરાદ રોકાઇ થરાદ માર્કેટયાડની અલગ અલગ પેઢીઓમાંથી હરાજીમાંથી કુલ 364 બોરી 1 બોરીમાં પંચાવન કિલોની ભરતી જીરાની કુલ કિંમત જી.એસ.ટી સાથે કુલ 46 લાખ 47 હજાર 323 કિંમત જીરાની ખરીદી કરેલ હતી.

અમોએ તેઓને જણાવેલ કે ખરીદેલ જીરૂ મુન્દ્રા ખાતે પહોચાડવાની વ્યવસ્થા કરવાનું કહેતા તેઓએ જય સીયારામ ટ્રાન્સપોર્ટ મુન્દ્રાના માલિક સુરેશભાઇ બી. રબારી વાળાનો સંપર્ક કરી થરાદ માર્કેટયાર્ડ ખાતેથી જીરૂ ભરી અમારી એમ.લલ્લુભાઇ એન્ડ કંપની મુન્દ્રા ખાતે જીરૂ ખાલી કરવાનું છે અને જેના ભાડા બાબતે પણ વાત થયેલ હતી અને સુરેશભાઇએ ગાડી નં GJ-12 AU-5992 તથા ડ્રાઇવરનો મોબાઈલ નંબર આપેલ હતો અને મારા મહેતાને ગાડીના ડ્રાઇવર સાથે મોબાઇલથી વાત થતી હતી અને તે ગાડી તા 09 / 12 / 2022 ના રોજ સવારના નવેક વાગ્યાના સમયે થરાદ માર્કેટયાર્ડ ખાતે આવતા અમારા મહેતાએ ડ્રાઇવરનું નામ પુછતા તેણે તેનું નામ ભુરાભાઈ રણછોડભાઈ જાતે - ઢીલા રહે - માધાપર ભુજવાળો હોવાનું જણાવેલ હતું અને માર્કેટમાં સવારે હરાજી ચાલુ હોવાથી ટ્રાફિક હોય જેથી ગાડી સાંજ ના છ-એક વાગ્યાના સમયે મહાલક્ષ્મી ટ્રેડીંગ કંપનીના માલિકે અલગ અલગ પેઢીઓમાંથી 364 બોરીઓ જીરૂ ગાડી GJ-12 AU-5992 માં ભરવાનું ચાલુ કરેલ હતું અને ગાડી આશરે દશેક વાગે ભરેલ હતી અને જેની બિલ્ટી અમારા મહેતાએ તૈયાર ડ્રાઇવર ભુરાભાઇને આપીને ગાડી કાંટે કરાવી થરાદ માર્કેટયાર્ડ ખાતેથી તા 10 /12 /2022 ના રાત્રીના પોણા એક વાગ્યાના સમયે રવાના કરી હતી.

મારા મહેતા અશોકપુરીનાઓએ અમોને ટેલિફોનિક જાણ કરેલ હું ભગવાનભાઇના ઘરે સુઇ ગયેલ હતો અને તા 10 / 12 / 2022 ના રોજ મારા મહેતાએ મને સવારના સમયે ફોન કરી જ ણાવેલ કે ગાડીના ડ્રાઇવરને કહેલ કે ગાડી કેટલે પહોંચેલ છે તો મને જણાવેલ હતું કે ગાડી બગડેલ હોવાથી રીપેર કરાવીને હવે નિકળેલ છું અને સાંજના ફોન કરતા કહેલ કે હું સમખીયાળી પહોંચેલ છું અને હું રાત્રના મુન્દ્રા પહોંચી જઇશ . અને તા 11/12 /2022 ના સવારના સમયે ફોન કરતા ગાડીનો ડ્રાઇવર ફોન ઉપડતો ના હોઇ જેથી જય સીયારામ ટ્રાન્સપોર્ટ મુન્દ્રાના માલિક સુરેશભાઇ બી.રબારી વાળાનો સંપર્ક કરતા તેમણે કહેલ કે ડ્રાઇવરનો સંપર્ક કરી હું તમને ફોન કરું છું. પરંતુ ટ્રાંસપોર્ટવાળાનો ફોન આવેલ નહિ કે ફોન ઉપાડતા નથી તેવી મને વાત કરતા મેં મારા મહેતાને ડ્રાઇવરનો તથા ટ્રાંસપોર્ટવાળાનો સંપર્ક કરવા કહેલ અને મારા મહેતાએ મને ફોન કરીને જણાવેલ કે જય સીયારામ ટ્રાન્સપોર્ટ મુન્દ્રાના માલિક સુરેશભાઇ વાળાનો સંપર્ક થતા તેઓ કોઇ સંતોષકારક જવાબ આપતા નથી અને ડ્રાઇવરને ફોન કરેલ પરંતુ ડ્રાઇવરે ફોન ઉપાડતો નથી બાદ અમો ટ્રાન્સપોર્ટના માલિંકની રૂબરૂ મળતા તથા ટેલિફોનિક જાણ કરતા અમોને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ જેથી હું મુંબઇથી ગાંધીધામ આવી મારા લાગતા વળતાઓની મારફતે ગાડી નં .GJ- 12 AU-5992 ના ડ્રાઇવર ભુરાભાઇ રણછોડભાઇ જાતે ઢીલા રહે - માધાપર ભુજ તથા જય સીયારામ ટ્રાન્સપોર્ટના માલિક સુરેશભાઇ બી.રબારી ની તપાસ કરાવતા તેઓ મળી આવેલ નહિ અને અમોને અમારા લાગતા વળગતા દ્વારા જાણવા મળેલ કે આ ડ્રાઇવર અનાજ ભરી અગાઉ પણ છેતરપીડી કરતા હોય જેથી અમોએ તેઓની તપાસ કરતા મળી આવેલ નહિ તો આગાડી GJ - 12 AU - 5992 ના ડ્રાઇવર ભુરાભાઇ રણછોડભાઇ જય સીયારામ ટ્રા ન્સપોર્ટના માલિક સુરેશભાઇ બી રબારી નાઓએ એકબીજાની મદદગારી કરી એ મારું થરાદ માર્કેટયાર્ડમાંથી ખરીદી કરેલ જીરૂ 364 બોરી જીરાની જી.એસ.ટી. સાથે કુલ કિ.રૂ .46 લાખ 47 હજાર 323 મુન્દ્રા અમારી કંપનીમાં પહોંચાડવાનું હતું તેની જગ્યાએ અમારો વિશ્વાસ કેળવી બારોબાર સગેવગે કરી અમોને વિશ્વાસમાં લઇ અમારી સાથે વિશ્વાસધાત છેતરપીડી કરેલ હોય જેથી હું અને ભગવાનભાઇ તથા અશોકપુરીને સાથે લઇ પોલીસ સ્ટેશન ફરીયાદ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...