વડગામના બસુ ગામેથી એક વર્ષ પૂર્વે એક યુવક દ્વારા ડબલ બેરલ બાર બોરની બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુનામાં એસઓજી બનાસકાંઠા દ્વારા યુવકની બુધવારે અટકાયત કરી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.એસઓજી પોલીસને બાતમીદાર દ્વારા મોબાઇલ વોટ્સએપ દ્વારા એક વીડિયો મોકલવામાં આવ્યો હતો.
જેમાં એક યુવક દ્વારા ડબલ બેરલ બાર બોરની બંદૂકમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતો હોવાનું જણાઇ આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી યુવકના ઘરે જઈ પૂછપરછ કરતા યુવકે તેના પિતાની લાયસન્સવાળી બંદૂકમાંથી એક વર્ષ પૂર્વે વીડિયો બનાવવા માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસે બંદૂક વિશે પૂછતાં બંદૂક હાલમાં કલેકટરના હથિયાર બંધી અંગેના જાહેરનામા અંતર્ગત છાપી પોલીસ મથકે જમા કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા એક વર્ષ પહેલાં પોતાના ફળિયામાં ગેરકાયદેસર રીતે બીજાની બંદૂકમાંથી ફાયરિંગ કરવાના ગુનામાં અનિશ નજીર મહંમદ નાગોરી (રહે.બસુ,તા.વડગામ) ની અટકાયત કરી આમ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.