પાલનપુર તાલુકાના ચડોતરમાં પોતાના પ્લોટ ઉપર ગેરકાયદે કબજો કરનારા છ વ્યક્તિઓ સામે વેપારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક આવેલી વર્ધમાન બંગ્લોઝમાં રહેતા નરેન્દ્રસિંહ વાઘસિંહજી વાઘેલા ચડોતરમાં પ્લોટ ધરાવે છે. જેના ઉપર કેસરબેન ભીખાભાઈ ખરસાણ અને ભીખાભાઈ પરથીભાઈ ખરસાણે દબાણ કર્યું છે. કમલેશભાઈ રણછોડભાઈ પટેલ ભાડેથી માવાનો ભઠ્ઠો ચલાવે છે. તેજસિંહ રામસિંહ પરમાર ભાડેથી નર્સરી ચલાવે છે તેમજ મોતીજી ભલાજી ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોરે દબાણ કરી પાકુ રહેણાંક મકાન બનાવી, સંડાશ બાથરૂમ અને કોટ બનાવી પ્લોટ ઉપર કબજો કર્યો છે.
જે ખાલી ન કરતા હોય નરેન્દ્રસિંહે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.