પાલનપુર ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા ગોપાલ ટ્રેડ સેન્ટરના બીજા માળે ચાની કીટલી ઉપર ઓનલાઇન સટ્ટો રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તેનો મોબાઇલ કબજે લઇ તપાસ કરતા સટ્ટો રમતા અન્ય સાત શખ્સોના નામો ખુલ્યા હતા. પોલીસે તમામની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પૂર્વ પોલીસ મથકની ટીમે ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા ગોપાલ ટ્રેડ સેન્ટરના બીજા માળે ચાની કીટલી પર તપાસ હાથ ધરી હતી. જ્યાં ફોનમાં ઓનલાઈન સટ્ટાનો જુગાર રમાડતા મૂળ સુઇગામ તાલુકાના નવાપુરાનો અને હાલ ગોબરીરોડ શાસ્ત્રીનગર પાલનપુર ખાતે રહેતા હાર્દિકભાઈ મનજીભાઈ રાવલને ઝડપી લીધો હતો.
જેની પાસેનો મોબાઇલ કબજે લઇ તપાસ કરતા વિવિધ એપ્લિકેશનથી નાણા ચૂકવી જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું. અને જુગાર રમતા વિપુલભાઈ, વડગામ તાલુકાના ધોતાના લાલજીભાઈ ફલજીભાઈ ચૌધરી, લુણસીયા ગૌતમભાઈ, પાલનપુર શાસ્ત્રીનગરનો દિપકભાઇ એલ. ત્રિવેદી, વનરાજાભાઈ દવે, નાગજીભાઈ અને ઉકાજી મેઘાજી સોલંકીનું નામ ખુલ્યું હતું.
પોલીસે હાર્દિક રાવલની અટક કરી તમામની સામે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી અન્ય શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સટ્ટો રમાડતા ઝડપાયેલા હાર્દિક રાવલે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તે રૂપિયા 20,000 ફ્લજીભાઈને આપતો હતો. તેઓ એક લાખનું ક્રેડિટ બેલેન્સ આપતા હતા. જે અન્ય આઈડી ધારકોને અપાતું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.