તપાસ:પાલનપુર ડોક્ટર હાઉસમાં માલિકીની જમીન ઉપર ઝુંપડા ઊભા કરનારા 17 સામે ફરિયાદ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન ખાલી કરવાની ના પાડતાં ખેડૂતે ફરિયાદ નોંધાવી

પાલનપુર ડોક્ટર હાઉસ વિસ્તારમાં માલિકીની જમીન ઉપર કબજો કરી ઝૂંપડા બનાવનારા 17 વ્યક્તિઓ સામે પાલનપુર તાલુકાના વેડંચા ગામના ખેડૂતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના વેડંચા ગામના દેવાભાઈ શંકરભાઈ પટેલ તથા બીજા ખેડૂતો સંયુક્ત રીતે પાલનપુર ડોક્ટર હાઉસ વિસ્તારમાં રતનબા હોસ્પિટલની સામે સીટ નંબર 56, સિટી સરવે નંબર 10842 થી પોતાની જમીન ધરાવે છે. આ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી 17 વ્યક્તિઓએ ઝૂંપડા બનાવી દીધા છે.

તેમણે જમીન ખુલ્લી કરવા માટે કહેતા તમામે ના પાડી હતી. આથી પોતાની જમીન પચાવી પાડનાર કમલેશભાઈ ઉસ્માનભાઈ ગમાર, સુરેશભાઈ ઉસ્માનભાઈ ગમાર, નવઘણ રાજુભાઈ બજાણીયા, હીરાબેન ગમનભાઈ પરમાર, નરેશભાઈ ગમનભાઈ પરમાર, હરેશભાઈ મગનભાઈ ઠાકોર, દશરથભાઈ મલાજી ઉર્ફે મણાજી ઠાકોર, દિનેશભાઈ મંગાજી પરમાર, અમીબેન ચતરાભાઈ ઠાકોર, બળવંતજી વેરસીજી ઠાકોર, રમેશજી સરદારજી ઠાકોર, શારદાબેન સમીરજી ઠાકોર, મીનાબેન શીવાભાઈ ગરાસીયા, ભુપતભાઈ માધાજી ઠાકોર અને ભરતજી ભુપતજી ઠાકોર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તમામની સામે ગુનો નથી વધુ તપાસ હાથ ધરી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...