અમીરગઢ તાલુકાના ડાભેલા ગામમાં બુધવારથી કળશ યાત્રા સાથે દેવ થયેલા મહારાજનો ભંડારો તેમજ મૂર્તિ સ્થાપનાના કાર્યક્રમનો પ્રારંભ હર્ષોલ્લાસસાથે કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમ નવ દિવસ સુધી ચાલશે. જેમા એકાદશી કુંડી, વિષ્ણુ મહાયજ્ઞ, ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જેમાં આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી ભોજન પ્રસાદની ચોવીશ કલાક સુવિધા કરવામાં આવી છે.
ડાભેલા ગામમાં આવેલા પવિત્ર તેમજ ઐતિહાસિકમહત્વ ધરાવતા ચતરભુજ મંદિરમાં બાળપણથી સેવા આપતા મહંત સરજુદાસજી મહારાજ દેવ થયા બાદ કોરોના મહામારીના કારણે ભંડારો કરાયો ન હતો. જે ભંડારો તેમજ બાબજીની મૂર્તિની વિધિવત સ્થાપના તેમજ મંદિરમાં નવીન બિરાજમાન સ્વામી સતમિત્રાઆંદનની ચાદર વિધિ કરવા સહિતના ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ હર્ષોલ્લાસ સાથે કરવા માં આવ્યો હતો.
ગામના જાહેર માર્ગ પર હાથી અને અબીલ ગુલાલના છોળા સાથે કળશ યાત્રા ફરી હતી. જોકે, આજથી નવ દિવસ સુધી એકાદશી કુંડી, વિષ્ણુ મહાયજ્ઞ, ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જેમાં આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી ભોજન પ્રસાદની ચોવીશ કલાક સુવિધા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.