બનાસકાંઠા જિલ્લામાં ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગુના રોકવાના પ્રયાસરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા સવારના 7 વાગ્યા પહેલાં અને રાત્રે 8 વાગ્યા પછી ટ્યુશન ક્લાસ ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઇ ટ્યુશન ક્લાસિસ ચાલુ રાખશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.
જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે. ભવિષ્યમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ છાત્રોના હિતમાં આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે 7-00 વાગ્યા પહેલાં અને રાત્રે 8-00 વાગ્યા પછી શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ તા.10 જાન્યુઆરીથી તા.9 ફેબ્રુઆરી-23 સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને જાહેરનામાંનો ભંગ કરનાર શખસો સામે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.