ચૂંટણી:ઠંડી શરૂ પણ રાજકીય માહોલ પણ ઠંડો: પંચાયત કરતાં વિધાનસભાની ચૂંટણીનો મિજાજ અલગ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ જામતો નથી,કાર્યક્રમો હોય ત્યારે કાર્યકરો હાજર રહે છે,ધાર્મિક સ્થાનોમાં ઉમેદવારોની વિશેષ હાજરી

સોમવારથી મુખ્ય રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. ઉમેદવારી પત્ર ભરવાની પહેલા જે તે પાર્ટીના ઉમેદવાર ને પ્રોત્સાહન આપવા માટે તેમના સમર્થકો પણ ઉમટશે. નજીકના સ્થળોએ ચૂંટણી સભા થશે અને જીતના દાવાઓ કરાશે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી કરતા વિધાનસભાની ચૂંટણીમાં અલગ મિજાજ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાનું બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરે મતદાન છે.

હવે ગણતરીના દિવસો જ બચ્યા છે તેમ છતાં ઉડીને આંખે વળગે તેવો ગરમાગરમ માહોલ નજરે પડતો નથી. મોટાભાગના રાજકીય કાર્યક્રમમાં પણ કાર્યકરો જ ડોકાઈ રહ્યા છે. આચાર સહિતા અમલમાં આવ્યા બાદ સરકારની યોજનાઓના પ્રચાર પ્રસાર, નવા કામોની મંજૂરી તેમજ કોઈપણ રાજકીય પાર્ટીને લાભ થાય તેવી પ્રવૃત્તિ પર ચૂંટણી પંચની સીધી નજર છે. જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ તમામે તમામ નવ બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસે માત્ર સંજય ગોવાભાઇ દેસાઈનું જ નામ ડીસા બેઠક પર જાહેર કર્યું છે અને તેઓ આજે ફોર્મ ભરશે. મોટાભાગે જે પણ ઉમેદવારો જાહેર થયા છે તેઓ અત્યારે ધાર્મિક સ્થાનોમાં વિશેષ હાજરી આપી રહ્યા છે. જોકે ગ્રામ્ય વિસ્તારના કેટલાક યુવા મતદારોએ ફરિયાદ કરી હતી કે " દર વખતે ચૂંટણીમાં સમાજના વડીલોને નેતાઓ મળે છે અને વડીલોની સૂચના મુજબ જ મતદાન કરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...