ગુજરાતના મુખ્યમંત્રી પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામા મુખ્યમંત્રી કાર્યક્રમો કરશે. જેમાં થરાદમાં ભારતમાલા પ્રોજેક્ટ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પાણી પુરવઠા યોજનાનું પણ નિરીક્ષણ કરવામાં આવશે અને ત્રણ વાગે ધાનેરાની મુલાકાત લઇ અગ્રણીયો સાથે મિટિંગ કરશે.
થરાદમાં ભારતમાલા બ્રિજ ખાતે ભારતના માલા બ્રિજ અમૃતસરથી જામનગર ઈકોનોમી કોરિડોરના ભારત માલા પ્રોજેક્ટ ચાલી રહેલ કામનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જાત નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી સાથે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ અને અનેક અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. જે બાદ ધાનેરા ની મુલાકાત લઇ અગ્નિ સાથે મુખ્યમંત્રી મિટિંગ કરશે અને કાંકરેજના છાત્રાલય અને વસાહતનું લોકાર્પણ કરી મુખ્યમંત્રી જાહેર સભા યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર માર્ગના 6 લેન રૂપાંતરણ કામગીરીની નિરીક્ષણ મુલાકાત બનાસકાંઠાના થરાદ ખાતે લીધી હતી. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા અંદાજે 125 કિ.મી ની લંબાઇનો આ માર્ગ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે તરીકે 6 લેન રોડ દ્વારા નિર્માણ કરી રહી છે કેન્દ્ર સરકારના સડક પરિવહન મંત્રાલય દ્વારા ભારતમાલા પરિયોજના અન્વયે અમૃતસર-જામનગર વચ્ચે આશરે 1256 કિ.મીટરનો ઇકોનોમીક કોરિડોર નિર્માણ થવાનો છે. આ સાંચોર-સાંતલપુર વચ્ચેનો 125 કિ.મી માર્ગ તે ઇકોનોમીક કોરિડોરના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે 4 પેકેજમાં કુલ રૂ. 2030.44 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.
પ્રત્યેક પેકેજમાં 30 કિ.મીનો માર્ગ અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેન તરીકે કાર્યરત કરવાની કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તબક્કાવાર હાથ ધરીને 2023 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ રાખવામાં આવેલો છે.
ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. એટલું જ નહિ, જામનગર, કંડલા અને મૂંદ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાની નેમ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સવારે થરાદ નજીક આ 6 લેન માર્ગ નિર્માણ સાઇટની મુલાકાત બનાસકાંઠાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ પરબતભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી અને પૂર્વમંત્રી શ્રી રજનીભાઇ પટેલ તથા બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાના વરિષ્ઠ અધિકારીઓને સાથે રાખીને લીધી હતી અને વિગતો મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.