સારવાર:વિરમપુરમાં પ્રસૂતિ વખતે બાળકનું માથું ફસાઈ ગયું, 108ની ટીમે કાંગારુ મધર કેરથી બંનેનો જીવ બચાવ્યો

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ તાલુકાના વિરમપુર સરકારે હોસ્પિટલમાં એક મહિલાને પ્રસુતિ વખતે બાળકનું માથું ફસાઈ ગયું હતું. જ્યાં પહોંચેલી 108 ની ટીમે વાનમાં લઈ પાલનપુર રીફર કરતી વખતે રસ્તામાં સફળ પ્રસુતિ કરાવી કાંગારૂ મધર કેરથી માતા અને બાળક બંનેનો જીવ બચાવી લીધો હતો.વિરમપુર 108ની ટીમને ડિલિવરીનો કોલ મળતા તાત્કાલિક ઇ.એમ.ટી. રાહુલભાઈ અને પાયલટ ભવાનજીભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડિલિવરીનો કેસ સરકારી હોસ્પિટલ માંથી રિફર કરેલો હતો.દર્દી બચુબેનને અમીરગઢ તાલુકાના જાંબુ પાણીથી વીરમપુર સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

જ્યાં સ્થિતિ એવી હતી કે, બાળકનું માથું ફસાઈ ગયુ હતું. ડિલિવરી કરવી મુશ્કેલ હતી. કેસ ખૂબ જ ક્રિટીકલ હતો. દર્દીની આગળની હિસ્ટ્રી લેતા દર્દીનુ HB ખુબજ ઓછું 8 ટકા હતું અને બાળક તંદુરસ્ત હોવાના કારણે બાળકનું માથુ ડિલિવરીના માર્ગમાં ફસાઈ ગયું હતું. જેથી આગળ સરકતું ન હતું. ઈએમટી રાહુલભાઈએ અમદાવાદ હેડ ઓફિસની માહિતી પાઇલટ ભવાનજી મહુડિયાની મદદથી બચુબેનને વાનમાં લીધા હતા. જ્યાંથી પાલનપુર રીફર કરતી વખતે રસ્તામાં અસહ્ય પીડા થતાં સફળ ડિલિવરી કરાવી બાબાનો જન્મ કરાવ્યો હતો. અને કાંગારૂ મધર કેરથી બંનેનો જીવ બચાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના સુપરવાઈઝર નીતિન ગોરાદરાએ જણાવ્યું હતું કે, કેસ ગંભીર હતો અને આવા કેસની સંખ્યા ખૂબ જ ઓછી આવતી હોય છે. દર્દીને સારવારની સાથે KMC ( કાંગારૂ મધર કેર ) જેમાં ઇન્જેક્શન, ઓક્સિજન અને પ્રસુતિ બાદ બાળકને માતાની છાતી સરખે રાખી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. તે માતા અને બાળક માટે ખુજ ફાયદાકારક હોય છે .

અન્ય સમાચારો પણ છે...