CMએ કામનું નિરિક્ષણ કર્યું:ભૂપેન્દ્ર પટેલે આખોલ ખાતે પાણી પુરવઠા યોજનાના કામોની સમીક્ષા કરી; ડીસામાં બેડમિન્ટન પર હાથ અજમાવ્યો

બનાસકાંઠા (પાલનપુર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ યોજનાથી 8 લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે

બનાસકાંઠા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ ડીસા તાલુકાના આખોલ ખાતે પ્રગતિશીલ પાણી પુરવઠા યોજનાના કામોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ સ્પોર્ટસ કલબ અને ડીસા સીવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

કાર્યની સમીક્ષા કરતા CM ભૂપેન્દ્રભાઈ પટેલ
કાર્યની સમીક્ષા કરતા CM ભૂપેન્દ્રભાઈ પટેલ

8 લાખ લોકોને પીવાના પાણીની સુવિધા મળશે
મુખ્યમંત્રીએ આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગની 50 એમ.એલ.ડી. જળ શુદ્ધિકરણ પ્લાન્ટની સાઈટની મુલાકાત કરી અધિકારીઓ પાસેથી યોજનાની વિગતો જાણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ.559.57 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ જુથ પાણી પુરવઠા યોજના મુખ્ય હેડ વર્કસથી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના 51 ગામો, લાખણી તાલુકાના 37 ગામો અને અમીરગઢ તાલુકાના 68 ગામો મળી કુલ 156 ગામોના 8 લાખ લોકોને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે.

મુખ્યમંત્રીએ ડીસા સીવીલ હોસ્પિટલની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી
મુખ્યમંત્રીએ ડીસા સીવીલ હોસ્પિટલની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી

સરળ અને મૃદુ સ્વભાવના મુખ્યમંત્રીએ આખોલ હેડ વર્કસના શ્રમજીવી મહિલાઓ અને પુરુષ કામદારો સાથે ફોટો પડાવી તેમની કોમન મેન સી.એમ હોવાની છબી ઉજાગર કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે બેડમિન્ટન પર હાથ અજમાવ્યો
મુખ્યમંત્રીએ ડીસા સ્પોર્ટસ ક્લબની શુભેચ્છા મુલાકાત લઇ રમત-ગમતની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમવાનો આનંદ માણ્યૉ હતો. ત્યારબાદ મુખ્યમંત્રીએ ડીસા સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર, ન્યુ બોર્ન બેબી વોર્ડ, બાળકોનો વોર્ડ, મેટરનીટી વોર્ડની મુલાકાત કરી માતૃશક્તિ પોષણ કીટનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.મુખ્યમંત્રીએ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની 69 મી પુણ્યતિથિ નિમિત્તે તેમની છબીને પુષ્પાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...