માગ:પાલનપુર, દાંતા, ભાભરમાં અછબડાનો વાવર; ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે સરકારી દવાખાને સારવાર કરાવવા સલાહ અપાઈ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાજી પધાર્યા હોવાની માન્યતાને કારણે દર્દીને દવાખાને લઈ જવામાં આવતા નથી

પાલનપુર તાલુકાના ગઠામણ તેમજ ધાણધાર પંથકમાં અને દાંતા તાલુકાના પુંજપુર રતનપુર, ભાભર વિસ્તારમાં અછબડાનો વાવર પ્રસર્યો છે. નાના બાળકો અને યુવકોમાં આ રોગચાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં સર્વે કરી દર્દીઓને સારવાર આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પાલનપુર તાલુકાના ગઠામણ સહિત આસપાસના ગામડા તેમજ ધાણધાર પંથકમાં વાસણ આજુબાજુના ગામડાઓમાં અને દાંતા તાલુકાના પુંજપુર રતનપુર આજુબાજુના ગામડાઓમાં અને ભાભરમાં અછબડાનો રોગચાળો જોવા મળી રહ્યો છે. નાના બાળકો અને યુવાનો આ રોગચાળામાં પીડાઈ રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા પંદર દિવસથી રોગચાળો પ્રસરી રહ્યો છે. ચેપી રોગ હોવાથી એક પછી એક બાળકો અને કિશોરો તેમાં સપડાઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં સર્વે હાથ ધરી દર્દીઓને સારવાર આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અછબડાના રોગચાળા પાછળ ગ્રામીણ વિસ્તારમાં માતાજી ઘરે પધાર્યા હોવાની માન્યતા છે.

લક્ષણો, 10 વર્ષથી નાના બાળકોને થાય છે
અછબડાં અત્યંત ચેપી અને વાઈરલ ચેપ ફેલાવતો રોગ છે. એક નાનું વારીઝેલ્લા જોસ્ટર વાઈરસ(વીઝેડવી)ના કારણે થાય છે. અછબડાં ખાસ કરીને 10 વર્ષથી ઓછી ઉમરના બાળકોને થાય છે. તેમ છતાં મોટી ઉમરના લોકોને પણ અસર કરે છે. આ રોગ પુખ્તોને ગંભીર રીતે થઇ શકે છે. જેનાથી ખંજવાળ,થાક લાગવો ઉપરાંત તાવ આવવો આદિનો સમાવેશ થાય છે.

સર્વે કરી સારવાર આપવામાં આવશે
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે અછબડા ચેપી રોગ છે. આગળના માટે ત્વરિત સર્વે કરી દર્દીઓને સારવાર આપવામાં આવશે. દર્દીનો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે સરકારી દવાખાને સારવાર કરાવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...