અફરાતફરી:પાલનપુરમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થવાના પહેલાં જ દિવસે અફરાતફરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં એરોમા સર્કલ પર લગાવેલા ટ્રાફિક સિગ્નલ શરૂ,સિટીમાંથી બહાર નીકળતા લોકોને સિગ્નલ દેખાતું જ નથી
  • ડીસા હાઇવેથી અને આબુ હાઇવેથી વાહનો વધુ આવે છે એટલે કયા રોડ ઉપર કેટલી સેકન્ડ વાહનો રોકી રાખવા તેજ ગડમથલ ચાલુ રહી,સેકન્ડોમાં વારંવાર ફેરબદલ કરવો પડ્યો​​​​​​​

સોમવારથી પાલનપુરના એરોમા સર્કલ ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં પહેલા દિવસે જ અફરાતફરી મચી ગઈ હતી.જેમાં સોમવારથી એરોમા સર્કલ ટ્રાફિક સિગ્નલ શરૂ થયા હતા. સિગ્નલ હોવા છતાં ટ્રાફિક પોલીસે વારંવાર ડીસા હાઇવેથી અને આબુ હાઇવેથી વાહનો વધુ આવે છે એટલે કયા રોડ ઉપર કેટલી સેકન્ડ વાહનો રોકી રાખવા તેજ ગડમથલ ચાલુ રહી,સેકન્ડોમાં વારંવાર ફેરબદલ કરવો પડ્યો હતો.બીજી બાજુ પાલનપુર સિટીમાંથી બહાર નીકળતા લોકોને સિગ્નલ દેખાતું જ નહોતું.

એરોમા સર્કલ પર ટ્રાફિક સિગ્નલ શરૂ કરી દેવાયા છે. નવા વર્ષના પહેલા જ દિવસે રવિવારે સાંજે થોડો સમય ટ્રાયલ કાર્ય થયું,ત્યારબાદ બીજા જ દિવસે સોમવારે સવારે 11:00 વાગ્યાથી એરોમાં સર્કલ પર ગ્રીન -રેડ સિગ્નલ શરૂ થઈ ગયા છે.ચારે દિશાઓમાં જીબ્રા ક્રોસિંગ પણ લગાવવામાં આવ્યા. પરંતુ પહેલો જ દિવસ હોવાથી શરૂઆતના એક કલાક ભારે અવ્યવસ્થા સર્જાઈ ગઈ, સૌથી વધુ કફોડી સ્થિતિ ડીસા હાઈવેથી પાલનપુર શહેર તરફ આવતા રોડ પર સર્જાઈ હતી.અહીં સામાન્ય દિવસોમાં પણ સતત ટ્રાફિક રહેતો હોય છે તેવામાં ટ્રાફિક સિગ્નલના લીધે વાહનોની કતાર વધુ લંબાઈ ગઈ છે.

ટ્રાફિક સિગ્નલના લીધે ટ્રાફિક કર્મીઓ રોડ ઉપર રહીને વાહન ચાલકોને સતત સમજાવતા જોવા મળ્યા, સૌથી વધુ ઉતાવળ પાલનપુર સીટીમાંથી બહાર આવતા વાહન ચાલકોમાં જોવા મળી. અહીં અગાઉ વાહનો રોકવામાં આવતા ન હોવાથી સીટીમાંથી બહાર નીકળતા વાહનો ક્યારેય ઊભા રહેતા ન હતા.

એસ.ટી.યંત્રાલય સુધી વાહનોની કતાર લાગી ગઈ હતી.કેટલાક વાહન ચાલકોએ અમદાવાદ હાઈવે તરફ ચડવા માટે સર્વિસ રોડનો સહારો લેવો પડ્યો હતો.જોકે એરોમા સર્કલ પર જ નેશનલ હાઈવે હોટલ પાસેના સર્વિસ રોડ પર રિક્ષાચાલકોના અડિંગાના લીધે વાહન ચાલકોને પ્રથમ દિવસે જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિક કર્મીઓ સતત ચારે દિશાઓની સેકન્ડોમાં ટ્રાફિકને જોઈને તેમાં ફેરબદલ કરતા રહ્યા હતા. ટ્રાફિક કર્મીઓએ જણાવ્યું ક ટેકનિશિયન છે જે હાઇવે પોલીસ ચોકીની પાછળ ઉભા કરાયેલા બોક્સમાં રાખવામાં આવેલા કંટ્રોલ યુનિટમાં સેકન્ડ સેટ કરે છે.સપ્તાહ સુધી હાજર રહેશે.

લોકોને અનુકૂળ થવામાં સપ્તાહ લાગી જશે
પાલનપુરમાં પહેલી જ વાર એરોમાં સર્કલ પર ટ્રાફિક સિગ્નલ લાગ્યા છે. નેશનલ હાઇવે પર કંડલા થી રાજસ્થાન તરફનો ભારે વાહનોનો તમામ વાહન વ્યવહાર પાલનપુર એરોમા સર્કલ પર આવે છે તેવામાં થોડીક સેકન્ડ ઉભી રાખવામાં ખૂબ લાંબી લાઈન લાગી જાય છે. અને સિટીમાંથી બહાર નીકળતા વાહનો પણ મેનર રાખતા નથી જેના લીધે વધુ મુશ્કેલી સર્જાઈ રહી છે જે એકાદ સપ્તાહ સુધી રહે તેવું લાગે છે. ટ્રાફિકના નિયમ ભંગ કરવા બદલ ઓનલાઇન મેમા મળે તો ઝડપી સુધારો આવશે. ટ્રાફિક કર્મી

અન્ય સમાચારો પણ છે...