દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપાયું:અમીરગઢ તાલુકાના વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગોને પ્રમાણપત્ર આપવા માટેનો કેમ્પ યોજાયો

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર, અમીરગઢ અને દાંતા તાલુકાના જરૂરિયાતમંદ કુલ-202 દિવ્યાંગો હાજર રહ્યાં

અમીરગઢ તાલુકાના વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગોને પ્રમાણપત્ર આપવા માટેનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું આયોજન સિવીલ હોસ્પિટલ, પાલનપુર દ્વારા અંધજન મંડળ અમદાવાદ અને મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાણોદરના સહયોગથી કરવામાં આવ્યું હતું. જિલ્લાની આરોગ્યની સમગ્ર ટીમ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બનાસકાંઠાની ટીમ પણ આ કાર્યમાં સહભાગી બની હતી.

આયુષ્યમાન કાર્ડ માટેના કેમ્પનું પણ આયોજન કરાયું

આ સ્પેશિયલ સેવા કેમ્પમાં પાલનપુર સિવીલ સર્જન ડૉ. રિહાન દેસાઈ અને અમીરગઢ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર. એમ. સ્વામી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનીષ જોષી, ડી.આઈ.ઈ.સીઓ એમ.એન.રાઠોડની ઉપસ્થિતીમાં વિરમપુર આજુબાજુના પાલનપુર, અમીરગઢ અને દાંતા તાલુકાના જરૂરિયાતમંદ કુલ-202 દિવ્યાંગો હાજર રહ્યાં હતા. જેઓને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સાથે સાથે આયુષ્યમાન કાર્ડ માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કુલ 53 વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...