હેન્ડબોલ સ્પર્ધા:પાલનપુરના ટાકરવાડા ખાતે 11મા ખેલ મહાકુંભ અંતર્ગત મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાઇ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ

સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા પાલનપુર તાલુકાના ટાકરવાડા ખાતે શેઠ એ. એમ. શાહ વિનય વિદ્યામંદિર અને આઇ. ડી. એફ ચૌધરી ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ ખાતે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે, આપણો સાંસ્કૃતિક વારસો જ યોગ છે જેને 2041 માં આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી જેને લીધે વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થી ભાઇઓ- બહેનો, સિનિયર સીટીઝનો અને દિવ્યાંગ રમતવીરો ભાગ લઇ રહ્યા છે.

ખેલ મહાકુંભથી પોલીસ, આર્મી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા સાંસદએ કહ્યું કે, રમવા માટે તમે કરેલા પ્રયત્નોથી તમને મોટી સફળતા પ્રાપ્તર થવાની છે.

તેમણે ઉમેર્યુ કે, છેલ્લા દોઢ- બે દાયકામાં બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણ, રમત-ગમત સહિત અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓને આભારી છે. તેમણે રમત- ગમતમાં ભાગ લેનાર તમામ રમતવીરો અને ખેલાડીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યભની શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...